અજબ ગજબ: અયોધ્યા દર્શન કરવા જતી મહિલાની ટ્રેનમાં જ ડિલિવરી થઈ ગઈ

30 July, 2024 02:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સવારે ૧૧.૩૦ વાગ્યામાં મીનાની ટ્રેનમાં જ ડિલિવરી થઈ ગઈ અને એ દરમ્યાન રામપુર સ્ટેશન આવતાં એને માટે ત્યાં રેલવે-પોલીસે ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી.

અયોધ્યા દર્શન કરવા જતી મહિલાની ટ્રેનમાં જ ડિલિવરી થઈ ગઈ

અયોધ્યા દર્શન કરવા જતી મહિલાની ટ્રેનમાં જ ડિલિવરી થઈ ગઈ

રામકુમાર અને તેની પ્રેગ્નન્ટ પત્ની મીના દિલ્હીથી અયોધ્યા ટ્રેનમાં જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં જ મીનાને લેબર પેઇન ઊપડ્યું હતું. આસપાસના લોકોએ મીનાને મદદ કરી અને રેલવે-પોલીસને પણ જાણ કરી. સવારે ૧૧.૩૦ વાગ્યામાં મીનાની ટ્રેનમાં જ ડિલિવરી થઈ ગઈ અને એ દરમ્યાન રામપુર સ્ટેશન આવતાં એને માટે ત્યાં રેલવે-પોલીસે ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. મા અને બાળક બન્ને સ્વસ્થ છે. ભગવાન રામનાં દર્શને જતાં પહેલાં જ કપલને ભગવાનની ગિફ્ટ મળી ગઈ એ બદલ બન્ને ઘણાં ખુશ છે.

ફ્રેન્ચ બુલડૉગ પપીઝનાં લગ્ન લેવાયાં

પોલૅન્ડમાં પહેલું એવું કૅફે ખૂલ્યું છે જ્યાં કર્મચારીઓ વ્હીલચૅરમાં કામ કરે છે. ઇનક્લુઝિવ બરિસ્તા નામના આ કૉફીહાઉસ બેલારૂસના ડિસેબિલિટી રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સ દ્વારા ચલાવવામાં આવે છે. આ કૅફે પેટ ફ્રેન્ડ્લી પણ છે અને અહીં લુના અને ફ્રાન્કુઝ નામના ફ્રેન્ચ બુલડૉગ્સનાં લગ્ન થયાં હતાં.

આંખે પાટો બાંધી ૧ મિનિટમાં નવ ટમેટાં કાપ્યાં કૅનેડિયન શેફે

શેફ બનવું હોય તો સૌથી પહેલાં શાકભાજી ચોક્કસ રીતે કાપતાં આવડવું જોઈએ. જોકે કૅનેડાના વૉલેસ વૉન્ગ નામના શેફે પોતાની આ વેજિટેબલ-કટિંગની સ્કિલ પર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવી દીધો છે. શેફ વૉલેસે આંખે પાટા બાંધીને ટમેટાંની એકસરખી સ્લાઇસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આમ તો શેફે એક મિનિટમાં ૧૩ ટમેટાંની સ્લાઇસ કરી હતી, પરંતુ એમાંથી ચાર ટમેટાંની સ્લાઇસ અનઇવન હતી એટલે એને ડિસ્ક્વૉલિફાય કરવામાં આવ્યા હતા. 

મિરચી ફેસ્ટિવલ

ચેન્નઈના કોરાટ્ટુર નાગાવલ્લી દેવી મંદિરમાં આદિ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ તહેવારમાં લોકો દેવીને રીઝવવા માટે તીખાં તમતમતાં મરચાંની પેસ્ટ શરીરે ચોપડીને બેસે છે. 

ગરમી એટલી છે કે દરિયાઈ સિંહોને ફ્રોઝન ફિશ ખવડાવવામાં આવે છે

મુંબઈમાં વરસાદી ઠંડક છવાઈ ગઈ છે, પણ હજી વિશ્વના કેટલાય દેશો ગરમીથી ઊકળી રહ્યા છે. ઇટલીના રોમમાં આવેલા બાયોપાર્કો ઝૂમાં ધોમધખતી ગરમીથી રાહત આપવા માટે સી લાયન્સને ઠંડીગાર ફ્રોઝન માછલી ખવડાવવામાં આવે છે.

હેં!?

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં દીપક નામના ડ્રાઇવરે સ્થાનિક PWD ઑફિસરને ત્યાં કામ કરતો હતો તેમના ઘરમાંથી રૂપિયા ચોર્યા હતા. જોકે એ પછી માલિકના દીકરાને મેસેજ મોકલ્યો હતો કે ‘મેં ઘરમાંથી ૬૦,૦૦૦ રૂપિયા લીધા છે, પણ પરેશાન ન થતા. આવતા ૨૦ દિવસમાં હું રૂપિયા પાછા આપી દઈશ.’

શું વાત કરો છે?

ડિજિટલ ક્રાન્તિમાં ભારત દુનિયાભરમાં સૌથી આગળ છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના કરન્સી ઍન્ડ ફાઇનૅન્સ રિપોર્ટ મુજબ બાયોમેટ્રિક-બેઝ્‍ડ આઇડેન્ટિફિકેશન (આધાર કાર્ડ) અને રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમમાં પહેલા ક્રમે, ટેલિકૉમ સબસ્ક્રાઇબર્સમાં બીજા ક્રમે અને સ્ટાર્ટઅપમાં ત્રીજા ક્રમે ભારતનો નંબર આવ્યો છે.

offbeat news ayodhya ram mandir indian railways guinness book of world records national news