14 July, 2024 11:42 AM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
મહાપ્રભુ જગન્નાથજી અને તેમના ૧૨ ફુટનો રથનું રેતીનું શિલ્પ
રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઇન્ટરનૅશનલ સૅન્ડ સ્કલ્પ્ચર ચૅમ્પિયનશપિમાં ભારતના પ્રસિદ્ધ સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે મહાપ્રભુ જગન્નાથજી અને તેમના ૧૨ ફુટનો રથનું રેતીનું શિલ્પ તૈયાર કર્યું હતું. આ શિલ્પ માટે તેમને ગોલ્ડન સૅન્ડ માસ્ટર અવૉર્ડ અને ગોલ્ડ મેડલ મળ્યો છે.
ચીનના શિયાન શહેરમાં રહેતા ૩૩ વર્ષના ઝિન્ગ નામના માણસને તેની પત્ની પર શક હતો એટલે જાસૂસી કરવા માટે પતિએ પત્ની પાછળ એક ડ્રોન તહેનાત કર્યું હતું, જેમાં ખબર પડી કે તે ગામથી દૂર તેના પ્રેમીને મળવા જાય છે. આ વાતનો પુરાવો ઝિન્ગે ડિવૉર્સના કેસમાં રજૂ કર્યો હતો.