જમીન નીચે દફનાવેલું નવજાત બાળક મળ્યું જીવતું, સારવાર બાદ હાલત સ્થિર

29 May, 2020 08:06 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

જમીન નીચે દફનાવેલું નવજાત બાળક મળ્યું જીવતું, સારવાર બાદ હાલત સ્થિર

માટીમાંથી મળ્યું જીવંત નવજાત શિશુ

"જેને રામ રાખે તેને કોણ ભાખે" આ કહેવત આજે પણ સાચ્ચી સાબિત થઈ છે. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં એક ગામ નજીક માટીમાં કોઇકે નવજાત શિશુને દફનાવી દીધું હતું. બાળક સંપૂર્ણપણે માટીમાં દબાયેલું હતું, એવામાં કોઇને દેખાયું નહીં. પણ જ્યારે તેના રડવાનો અવાજ આવ્યો, તો ગામના લોકોએ માટી ખોદી જેની અંદરથી નવજાત શિશુ નીકળ્યો. તેને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો.

એક અઠવાડિયા સુધી ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રહેશે. નવજાત શિશુને પહેલા સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યું. ત્યાર બાદ તેને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર (CHC) અને પછી જિલ્લા હૉસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું. જ્યાં હવે તેની સ્થિતિ સ્થિર છે. સીએચસીમાં બાળકની સારવાર કરનાર ડૉક્ટર માનવેન્દ્ર પાલે કહ્યું, "બાળકને જોગિયા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું અને તેની સ્થિતિમાં દિવસે ને દિવસે સુધારો થઈ રહ્યો છે. તે કેટલીક માટી ગળી ગયો છે તેવું દેખાયું, પણ હવે તે સ્થિર છે" ડૉક્ટરે જણાવ્યું કે, નવજાન શિશુને લગભગ એક અઠવાડિયા સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.

જમીનની અંદર બાળક હતું દફનાવેલું
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સિદ્ધાર્થનગર જિલ્લાના સુનૌરા ગામમાં સ્થાનિક ગ્રામીણોએ એક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. તેમણે અવાજ ક્યાંથી આવે છે તે શોધ્યું, પછી માટી હટાવી તો એક નવજાત શિશુને જીવતો દફનાવી દેવામાં આવ્યો હતો. જોગિયા થાણાં પ્રભારી અંજની રૉયે કહ્યું કે આ ઘટને સંબંધી અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. શિશુને ચાઇલ્ડલાઇન મોકલવામાં આવશે. બાળકને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

national news offbeat news