યક્! ચૉકલેટ-મૅગીએ સોશ્યલ મીડિયામાં મચાવ્યો હોબાળો

21 June, 2020 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યક્! ચૉકલેટ-મૅગીએ સોશ્યલ મીડિયામાં મચાવ્યો હોબાળો

મૅગી અને ચૉકલેટ એ બન્ને ચીજો લગભગ બધાને ભાવતી હોય છે, પણ બન્નેને ભેગાં કરીને ખાવાની વાત આવે તો? કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એ કૉમ્બિનેશન જ વિચિત્ર લાગી રહ્યું છે ત્યારે રાહુલ નામના એક ટ્વિટર-યુઝરે આ બન્નેનું ફ્યુઝન કરીને ઇન્ટરનેટમાં સુનામી લાવી દીધી છે. ટ્વિટર-યુઝરે એક ઇલેક્ટ્રિકલ કીટલીમાં મૅગી બનાવવા મૂકી છે અને એની અંદર આખો ચૉકલેટનો બાર નાખી દીધો છે. આ ફ્યુઝન ડિશ જોઈને ફૂડરસિયાઓ ભડકી ઊઠ્યા છે. મોટા ભાગના લોકોએ કમેન્ટ કરતાં લખ્યું છે કે તેઓ આ ખાવાની વાત તો દૂર, એની તસવીરો પણ જોવા નથી માગતા.

offbeat news social networking site