મલ્ટિપલ એન્ટ્રી શેન્ગેન વીઝા શું છે, જેનાથી ભારતીયો ૨૯ દેશોની યાત્રા સહેલાઈથી કરી શકશે?

25 April, 2024 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વીઝા હેઠળ કોઈ ઍડિશનલ પરમિટ વગર ૧૮૦ દિવસના સમયગાળામાં વધુમાં વધુ ૯૦ દિવસ સુધી ટૂંકા પ્રવાસ માટે મંજૂરી મળશે.

પ્રતીકાત્મક તસવીર

૧૮ એપ્રિલે યુરોપિયન યુનિયન (EU)એ ભારતીય નાગરિકો માટે નવી વીઝા-સિસ્ટમ શરૂ કરી છે જે અત્યાર સુધીના વીઝા-કોડની સરખામણીમાં વધુ ફાયદાકરક છે. આ વીઝાના વૅલિડિટી પિરિયડ દરમ્યાન ટ્રાવેલર્સ વીઝા-ફ્રી દેશો જેવા ટ્રાવેલ-અધિકાર મેળવી શકશે અને વારંવાર વીઝા અપ્લાય કરવામાંથી તેમને છુટકારો મળશે.

શેન્ગેન ક્ષેત્રમાં ૨૯ યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે જેમાંથી ૨૫ યુરોપિયન યુનિયનમાં આવે છે. શેન્ગેન વીઝાથી યુરોપિયન દેશોમાં કોઈ પણ અવરોધ વિના ટ્રાવેલ કરી શકાય છે. યુરોપ જતા ટૂરિસ્ટો માટે આ એક અસ્થાયી વીઝા છે. આ વીઝા હેઠળ કોઈ ઍડિશનલ પરમિટ વગર ૧૮૦ દિવસના સમયગાળામાં વધુમાં વધુ ૯૦ દિવસ સુધી ટૂંકા પ્રવાસ માટે મંજૂરી મળશે. આ નવી સિસ્ટમનો ફાયદો એ લોકોને મળશે જેઓ પાછલાં ત્રણ વર્ષમાં બે વાર કાનૂની રીતે વીઝા મેળવીને એનો ઉપયોગ કરી ચૂક્યા છે. આ નાગરિકો બે વર્ષ માટે મલ્ટિપલ એન્ટ્રી શેન્ગેન વીઝા માટે અપ્લાય કરી શકશે. જે પણ ભારતીય બે વર્ષના વીઝાનો ઉપયોગ સફળતાપૂર્વક કરશે તેને પાસપોર્ટની વૅલિડિટીના આધારે પાંચ વર્ષ માટે શેન્ગેન વીઝા આપવામાં આવશે.

offbeat videos offbeat news europe