આનંદ મહિન્દ્રાને પુછવામાં આવ્યું, ‘મહિન્દ્રા સિવાય કઇ ગાડી ચલાવો છો?’ મળ્યો આ જવાબ

11 January, 2022 03:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ટ્વિટર પર પુછવામાં આવેલા સવાલનો આનંદ મહિન્દ્રાએ જે જવાબ આપ્યો છે તેણે સહુનું દિલ જીતી લીધું છે

આનંદ મહિન્દ્રા

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ ઘણીવાર રમુજી અને પ્રેરણાદાયી વાયરલ ફોટા અથવા વીડિયો પોસ્ટ કરીને ફોલોઅર્સનું મનોરંજન કરે છે. યુઝર્સ તેમની તમામ પોસ્ટને લાઈક કરે છે. તાજેતરમાં એક સોશ્યલ મીડિયા યુઝરે આનંદ મહિન્દ્રાને એક રસપ્રદ પ્રશ્ન પૂછ્યો છે. જેનો ઉદ્યોગપતિએ ખૂબ જ મનોરંજક જવાબ આપ્યો છે.

રવિવારે આનંદ મહિન્દ્રાએ તમિલનાડુમાં સ્થિત “70 સતત હેરપિન બેન્ડ્સ સાથે ભારતના સૌથી હિંમતવાન પહાડી રસ્તાઓમાંથી એક”ની આકર્ષક તસવીર ટ્વિટર પર શૅર કરી. સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ઑફ-રોડ એસયુવીનો ઉલ્લેખ કરતાં, તેમણે લખ્યું “હું શોધવા માંગુ છું કે આ રસ્તો કોણે બનાવ્યો અને પછી હું તેને આગળ વધારવા માટે મારી થાર પર જ વિશ્વાસ કરીશ!”

ત્યારબાદ અક્ષત સોની નામના ટ્વિટર યુઝરે તેમને પૂછ્યું, “સર તમે મહિન્દ્રા સિવાય બીજી કોઈ કાર ચલાવો છો?” તો આનંદ મહિન્દ્રાએ તેમના ટ્રેડમાર્ક વિનોદી રીતે જવાબ આપ્યો : “તમારો મતલબ મહિન્દ્રા સિવાયની કાર છે ખરી? મને ખબર ન હતી.” તેમણે હસતા ચહેરાના ઈમોજી સાથે આગળ લખ્યું, “બસ મજાક કરું છું.”

તેમના આ ટ્વીટને અત્યાર સુધીમાં ૧૦,૦૦૦થી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

આ પહેલા "ડેરિંગ માઉન્ટેન રોડ" નો ફોટો નોર્વેના રાજદ્વારી એરિક સોલ્હેમ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને ટ્વિટર પર બહુ શૅર કરવામાં આવ્યો હતો. તેના પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે, ‘તે રસ્તાની નજીક રહે છે, તેણે મિસ્ટર મહિન્દ્રાને તેમના થારમાં "લિફ્ટ" આપવાનું વચન આપ્યું હતું.’ જેનો જવાબ પણ આનંદ મહિન્દ્રાએ તેમના રમુજી અંદાજમાં આપ્યો હતો અને કહ્યું જતું કે, ‘એ ડીલ રહી.’

આ પણ વાંચો : આવું તે કંઇ હોય! લગ્નનું મેનુ છપાવ્યું લાકડાની ફુટપટ્ટી પર

તમને જણાવી દઇએ કે, આનંદ મહિન્દ્રા સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે અને તેમનો રમુજી સ્વભાવ બહુ લોકપ્રિય છે.

offbeat news national news anand mahindra