માથામાં ઍન્ટેના

24 September, 2021 01:34 PM IST  |  Mumbai | Agency

ઇન્ફ્રારેડ તથા અલ્ટ્રા વાયલેટ રંગોને માણસ પૂર્ણપણે જોઈ નથી શકતો, પણ હાર્બિસન માટે એ કામ જરાય મુશ્કેલ નથી. ૨૦૦૪થી તેણે પોતાના માથામાં આ ઍન્ટેના કાયમ માટે જડાવ્યું છે.

માથામાં ઍન્ટેના

સ્પેનમાં જન્મેલો બ્રિટિશ-આયરિશ સાયબોર્ગ આર્ટિસ્ટ નીલ હાર્બિસન, જેના માથામાં ઍન્ટેના જડાયેલું છે. ખોપરીમાં ઍન્ટેના ઇમ્પ્લાન્ટ કરાવનારો તે વિશ્વનો પ્રથમ વ્યક્તિ છે. તેણે આ ફોટો સ્પેનના બાર્સેલોના નજીક મૅટારોમાં પડાવ્યો હતો. સાયબોર્ગ ઍન્ટેના એક એવી સેન્સરલક્ષી સિસ્ટમ છે જેની મદદથી તે પોતાના માથામાં આવતા વાઇબ્રેશનથી રંગને પારખી શકે છે તેમ જ એને લગતા સંકેત પરથી તે રંગોની ખાસિયત પણ ઓળખી શકે છે. ઇન્ફ્રારેડ તથા અલ્ટ્રા વાયલેટ રંગોને માણસ પૂર્ણપણે જોઈ નથી શકતો, પણ હાર્બિસન માટે એ કામ જરાય મુશ્કેલ નથી. ૨૦૦૪થી તેણે પોતાના માથામાં આ ઍન્ટેના કાયમ માટે જડાવ્યું છે.  એ.એફ.પી.

offbeat news spain international news world news