રસ્તા પર આરામ કરી રહેલા ગેંડા માટે ‘ડોન્ટ ડિસ્ટર્બ’ની સાઇન

20 July, 2020 09:43 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

રસ્તા પર આરામ કરી રહેલા ગેંડા માટે ‘ડોન્ટ ડિસ્ટર્બ’ની સાઇન

વિડિયો કાઝીરંગા નૅશનલ પાર્કના ટ્વિટર-હૅન્ડલ પરથી શૅર કરાયો છે અને જે રસ્તા પર ગેંડો બેઠો છે એ એનએચ-37 પાસેની સડક છે.

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તાની વચમાં એક ગેંડો આરામથી સૂઈ રહ્યો છે અને એની આસપાસથી ગાડીઓ પસાર થઈ રહી છે. વિડિયો કાઝીરંગા નૅશનલ પાર્કના ટ્વિટર-હૅન્ડલ પરથી શૅર કરાયો છે અને જે રસ્તા પર ગેંડો બેઠો છે એ એનએચ-37 પાસેની સડક છે.
વાત એમ છે કે બગોરી રેન્જના બંદર ઢાબી વિસ્તારમાં આ ગેંડો ભટકી ગયો છે. તે જ્યાં બેઠો છે ત્યાં સારાંએવાં વાહનોની અવરજવર રહે છે. જોકે વાહનને કારણે ગેંડાને તકલીફ ન થાય એ માટે નૅશનલ પાર્કના સિક્યૉરિટી ગાર્ડ્સે ગાડી અટકાવીને ગેંડાને ડિસ્ટર્બ ન થાય એ માટે બૅરિકેડ લગાવી દીધાં હતાં અને સાઇડમાંથી ધીરેથી ગાડી લઈ જવા રિક્વેસ્ટ કરી હતી. નેટિઝન્સ આ વિડિયોની અને નૅશનલ પાર્કના સિક્યૉરિટી ગાર્ડની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

national news national park mumbai mumbai news offbeat news kaziranga national park