ખેડૂતે ઉગાડ્યાં જાંબુડી અને પીળા રંગના ઉચ્ચ પોષકતાવાળાં હાઇબ્રિડ ફ્લાવર

15 February, 2021 09:19 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

ખેડૂતે ઉગાડ્યાં જાંબુડી અને પીળા રંગના ઉચ્ચ પોષકતાવાળાં હાઇબ્રિડ ફ્લાવર

નાશિકના ખેડૂત મહેન્દ્ર નિકમે તેમની શાકભાજીની વાડીમાં જાંબુડી અને પીળા રંગનાં કૉલીફ્લાવર ઉગાડ્યાં હતાં. ૪૦,૦૦૦ રૂપિયામાં ખરીદેલું હાઇબ્રિડ બિયારણ ૩૦ ગુંઠા જમીનમાં વાવીને મેળવેલો પાક ૧૬ લાખ રૂપિયામાં વેચાયો હતો. નાશિકના માલેગાંવ તાલુકાના દાભાડી ગામમાં મહેન્દ્રની પાંચ એકર જમીન છે. એમાંથી ૩૦ ગુંઠાનાં ખેતરોમાં તેણે ફ્લાવર ઉગાડ્યાં હતાં. એ હાઇબ્રિડ બિયારણ પુણેના સિજેન્ટા ઇન્ડિયા લિમિટેડમાં સંશોધન અને પ્રયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. હરિયાણાના કમલ ફાર્મમાં કરવામાં આવેલા ટેસ્ટિંગમાં એ બીજ અને એનો પાક ઉચ્ચ પોષક મૂલ્યો ધરાવતાં હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. એ બિયારણ ૭૦ દિવસ પહેલાં મહેન્દ્ર નિકમે ખરીદ્યું હતું.

offbeat news mumbai mumbai news nashik