નેઇલ-આર્ટિસ્ટે આઇફોન-ચાર્જર જોડીને બનાવી ડિઝાઇન

20 August, 2021 12:55 PM IST  |  Mumbai | Agency

એક નેઇલ-આર્ટિસ્ટે ભવિષ્યની કલ્પના કરીને આઇફોનના ચાર્જરની ટિપને નખ સાથે જોડી છે, જેનો ચાર્જર તરીકે પણ ઉપયોગ કરી શકાય. નખ સાથેના આઇફોન ચાર્જરના આ અખતરાને આર્ટિસ્ટે ઘરે ન કરવાની સલાહ આપી છે.

નેઇલ-આર્ટિસ્ટે આઇફોન-ચાર્જર જોડીને બનાવી ડિઝાઇન

ઇન્સ્ટાગ્રામ-પેજ ‘ILYSM Nails’ પર એક નેઇલ-આર્ટનો વિડિયો અપલોડ કરાયો છે, જેમાં ફોનના ચાર્જરની ટિપને જોડીને નખનો શણગાર કરવામાં આવ્યો છે. નેટિઝન્સે આ ડિઝાઇન વિશે લખ્યું છે કે ‘ભવિષ્યમાં જે બનવાનું છે એ તમને અત્યારે જ જોવા મળી રહ્યું છે.’
મૅનિક્યૉર હેઠળ હાથ અને નખની સંભાળ રાખવાની એક પદ્ધતિ છે જે ખૂબ વિકાસ પામી રહી છે, ક્રીએટર્સ પણ તેમના ગ્રાહકો માટે વિવિધ, અવનવા આઇડિયાઝ લાવતા રહે છે. જોકે આ ક્રીએટિવિટીની પણ એક સીમા હોયય છે. અહીં એક નેઇલ-આર્ટિસ્ટે ભવિષ્યની કલ્પના કરીને આઇફોનના ચાર્જરની ટિપને નખ સાથે જોડી છે, જેનો ચાર્જર તરીકે પણ ઉપયોગ કરી શકાય. નખ સાથેના આઇફોન ચાર્જરના આ અખતરાને આર્ટિસ્ટે ઘરે ન કરવાની સલાહ આપી છે.
જોકે આ પહેલો કેસ નથી. આ અગાઉ લીલા કાંદાના મૂળને નખ સાથે જોડીને નેઇલ-આર્ટ કરવામાં આવ્યું હતું.

offbeat news