૩ દિવસમાં ૬૫૦ કિલોમીટર ઈ-રિક્ષા ચલાવીને મુઝફ્ફરનગરથી સ્પીતિ વૅલીની સફર કરી

18 September, 2026 03:46 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રહેતા સુમિત કુમાર નામના યુવાનને સ્પીતિ વૅલી જવું હતું. તેણે દોસ્તોને પૂછ્યું કે આવવું છે? ત્યારે દોસ્તે કહ્યું કે તારી પાસે કાર છે? કાર વિના કેવી રીતે જઈશ? સુમિત કુમારને એ વાત હાડોહાડ લાગી આવી.

૩ દિવસમાં ૬૫૦ કિલોમીટર ઈ-રિક્ષા ચલાવીને મુઝફ્ફરનગરથી સ્પીતિ વૅલીની સફર કરી

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રહેતા સુમિત કુમાર નામના યુવાનને સ્પીતિ વૅલી જવું હતું. તેણે દોસ્તોને પૂછ્યું કે આવવું છે? ત્યારે દોસ્તે કહ્યું કે તારી પાસે કાર છે? કાર વિના કેવી રીતે જઈશ? સુમિત કુમારને એ વાત હાડોહાડ લાગી આવી. તેની પાસે ઇલેક્ટ્રિકલ રિક્ષા હતી. તેણે નક્કી કર્યું કે તે આ રિક્ષા લઈને સ્પીતિ વૅલી જશે. તેના શહેરથી ૬૫૦ કિલોમીટર દૂરની સફર તેણે રિક્ષામાં જ આરંભી દીધી. લગાતાર રિક્ષા ચલાવીને તે ૩ જ દિવસમાં પહોંચી ગયો સ્પીતિ વૅલી.  ૧૨,૫૦૦ ફુટ ઊંચે ઈ-રિક્ષા થકી તે કેવી રીતે પહોંચ્યો એના વિડિયો પણ તેણે બનાવ્યા છે. સોશ્યલ મીડિયા પર તેનું આ ઍડ્વેન્ચર ખૂબ વાઇરલ થયું છે. 

uttar pradesh himachal pradesh viral videos social media offbeat news national news