દરિયાની સપાટીથી ૨૧,૩૧૨ ફુટની ઊંચાઈએ પર્વતારોહકોની ટી-પાર્ટી

09 May, 2022 09:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ પસંદ કરાયો છે તથા એને ઘણી કમેન્ટ્સ અને લાઇક્સ પણ મળી છે

પર્વતારોહકોની ટી-પાર્ટી

માઉન્ટ એવરેસ્ટના પર્વતારોહકોના એક જૂથે હાલમાં દરિયાની સપાટીથી ૨૧,૩૧૨ ફુટની ઊંચાઈએ ટી-પાર્ટીનું આયોજન કર્યું હતું. આટલી ઊંચાઈએ ટી-પાર્ટીનો અનુભવ ચોક્કસપણે આહ્‍લાદક રહ્યો હતો.

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે બરફના વરસાદ વચ્ચે પર્વતારોહકોના ગેટ-ટુગેધરનો વિડિયો શૅર કર્યો છે, જેમાં એક પર્વતારોહક ચાના કપ અને નાસ્તાથી ટેબલ સજાવી રહેલો જોઈ શકાય છે. અન્ય પર્વતારોહકો ટેબલની ફરતે બેસીને ટી-પાર્ટીનો આનંદ માણી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરાયેલા વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘માઉન્ટ એવરેસ્ટ કેમ્પ 2, નેપાલમાં હ્યુજીસની સર્વોચ્ચ ટી-પાર્ટી ટીમ દ્વારા ૬૪૯૬ મીટર એટલે કે ૨૧,૩૧૨ ફુટની ઊંચાઈએ સર્વશ્રેષ્ઠ ટી-પાર્ટી.’

આ વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ પસંદ કરાયો છે તથા એને ઘણી કમેન્ટ્સ અને લાઇક્સ પણ મળી છે. વિશ્વના સૌથી ઊંચા આઠ પર્વત સર કરવા દર વર્ષે હજારો સાહસિકો નેપાલ આવે છે. ૨૦૨૦માં કોરોના વાઇરસની કટોકટીને કારણે પર્વતારોહણ બંધ કરાયું હતું. જોકે ૨૦૨૧માં એ ફરી શરૂ કરાયું હતું. આ ટી પાર્ટીના વીડિયો પર સોશ્યલ મીડિયા પર જાતજાતની કોમેન્ટ્સ આવી હતી. અનેકે આ પ્રયાસની પ્રશંસા કરી હતી. 

offbeat news national news mount everest