પિતાનું નામ મધ્યપ્રદેશ અને દીકરાનું નામ ભોપાલ

03 November, 2019 09:26 AM IST  |  મુંબઈ

પિતાનું નામ મધ્યપ્રદેશ અને દીકરાનું નામ ભોપાલ

આ પિતા-પુત્રના નામ છે મધ્યપ્રદેશ-ભોપાલ

મધ્ય પ્રદેશના મનાવર જિલ્લાના ભભોરી ગામમાં રહેતા એક ભાઈનું નામ છે મધ્યપ્રદેશ સિંહ. જે રાજ્યમાં રહેવાનું એ જ પોતાનું નામ હોય! કેવી નવાઈની વાત છેને! નાનપણમાં તો લોકો તેને બહુ ચિડવતાં, પણ પછી તેને પણ મજા આવવા લાગી. દસમા ધોરણમાં ભણતી વખતે જ મધ્યપ્રદેશ સિંહે નક્કી કરી લીધું કે જો પોતાને ઘેર પારણું બંધાશે અને દીકરો અવતરશે તો એનું નામ તો ભોપાલ જ પાડીશ. અલબત્ત, આ વિચાર હવે સાકાર થઈ ગયો છે. તેણે પોતાના દીકરાનું નામ ભોપાલસિંહ પાડી લીધું છે.  સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મધ્યપ્રદેશ સિંહ હવે તો ઝાંબુઆ ચંદ્રશેખર યુનિવર્સિટીમાં ગેસ્ટ ફૅકલ્ટી પ્રોફેસર તરીકે કામ કરે છે. નવ ભાઈબહેનોમાંથી સૌથી નાના તેઓ છે. ભાઈનો જન્મ પણ ૧૯૮૫ની પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિને થયો છે. કૉલેજમાં સાથે ભણતી છોકરીના પ્રેમમાં પડ્યા અને કન્યાને પણ તેમનું નામ ગમી ગયું અને લવમૅરેજ થયાં. હવે તેમના પ્રથમ સંતાનનું નામ પણ ભોપાલ સિંહ પાડવામાં આવ્યું છે. 

offbeat news hatke news