ખિસકોલી અને કોબરાની ફાઇટિંગ, વીડિયો વાયરલ જોઇને તમે પણ ચોંકી જશો

13 March, 2020 05:43 PM IST  |  Mumbai Desk

ખિસકોલી અને કોબરાની ફાઇટિંગ, વીડિયો વાયરલ જોઇને તમે પણ ચોંકી જશો

કોબરા સામે લડતી ખિસકોલી

મા મમતાનું સાગર હોય છે, જે પોતાના બાળકોના ઉછેરમાં કોઇ ઉણપ બાકી નથી રાખતી. તો, જ્યારે વાત બાળકની સુરક્ષાની આવી છે ત્યાર તો મા આ મામલે કોઇપણ સંજોગે પાછળ હટતી નથી અને દરેક મુશ્કેલીનો મક્કમતાથી સામનો કરે છે. આ જ વસ્તુનો પુરાવો આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે, જેમાં એક ખિસકોલી પોતાના બાળકોનો જીવ બચાવવા માટે કોબરા સામે પણ લડી લે છે.

ક્રૂગર સાઇટિંગ્સે વીડિયોને YouTube પર અપલોડ કર્યો છે
આ વીડિયોને ક્રૂગર સાઇટિંગ્સે YouTube પર અપલોડ કર્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ખિસકોલી પોતાના બાળકો માટે સાપ સામે લડી લે છે અને પોતાના બાળકોને સાંપથી બચાવવામાં સફળ થઈ જાય છે. આ દરમિયાન કોબરા વારંવાર ખિસકોલી પર હુમલો કરે છે, પણ તે પોતાની ફુર્તીથી સાંપના વારને વિફળ કરી દે છે. તો, ખિસકોલી પોતાની પૂંછને કોબરાની પાસે લઈ જઇને તેને અહેસાસ અપાવવાનો પ્રયત્ન કરે છે કે તે લડવા માટે તૈયાર છે.

ખિસકોલી સાંપ સામે લડે છે
આ વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે પોતાના બાળકની સુરક્ષા માટે ખિસકોલી અડધા કલાક સુધી લડે છે અને આ લડાઇમાં ખિસકોલી સાંપને ભગાડવામાં સફળ થઈ જાય છે. પછી ખિસકોલી દર બનાવીને પોતાની સંતાડી લે છે કારણકે તેની સાથે બાળકો પણ હતા, જેની સુરક્ષા માટે તે સાંપ સાથે પણ લડી લે છે. આ લડાઇને જોઇને તમે પણ ચોંકી ઉઠશો.

વીડિયોને મળ્યા ચારલાખથી વધારે વ્યૂઝ
નોંધનીય છે કે કલગાદી ટ્રાન્સફ્રન્ટિયર પાર્કમાં એક સફારી ગાઇડ ડેવ પુસેએ આ વીડિયોને રેકૉર્ડ કર્યો છે, જેણે અત્યાર સુધી ચાર લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તો, 2000થી વધારે લોકોએ આ વીડિયોને પસંદ કરવામાં આવ્યો છે અને 200થી વધારે લોકોએ ખિસકોલીની બહાદુરી પર કોમેન્ટ પણ કરી છે, જેમાં તેમણે ખિસકોલીની ચતુરાઇના વખાણ કર્યા છે અને ખિસકોલીના પોકોમેનનો દરજ્જો આપવામાં આવ્યો છે.

offbeat news offbeat videos international news