કોરોના સંક્રમિત થવાથી માતાના દૂધનો રંગ લીલો થઈ ગયો

14 February, 2021 09:51 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

કોરોના સંક્રમિત થવાથી માતાના દૂધનો રંગ લીલો થઈ ગયો

મેક્સિકોની રહેવાસી ૨૩ વર્ષની અન્ના કૉર્ટેજને થોડા સમય પહેલાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે તેનો દાવો છે કે કોરોના સંક્રમણને કારણે તેના દૂધનો રંગ લીલો થઈ ગયો હતો. સામાન્ય રીતે બ્રેસ્ટ-મિલ્કનો રંગ ઑફવાઇટ જેવો હોય છે, પણ તેને લક્ષણો દેખાવાના શરૂ થયાં એના એક-બે દિવસ પહેલાંથી જ તેના બ્રેસ્ટ-મિલ્કનો રંગ લીલાશપડતો થઈ ગયો હતો. જોકે તેનો ચેપ દૂર થઈ ગયો અને સ્વસ્થ થઈ ગઈ એ પછી ફરી દૂધનો રંગ સામાન્ય થઈ ગયો હતો. એવી સંભાવના જતાવાઈ રહી છે કે તેના શરીરમાં રહેલા સંક્રમણ સાથે લડીને બાળકનું રક્ષણ કરતાં કુદરતી ઍન્ટિ-બૉડીઝને કારણે આમ થયું હોઈ શકે છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે માતાના આહારની પણ એના મિલ્કના રંગ પર અસર થતી હોય છે.

offbeat news international news mexico