ડિલિવરી બોયની ભુલને કારણે મા-દીકરો બે દિવસ સુધી ઘરમાં પુરાઈ રહ્યાં

10 September, 2020 03:43 PM IST  |  Scotland | Gujarati Mid-day Online Correspondent

ડિલિવરી બોયની ભુલને કારણે મા-દીકરો બે દિવસ સુધી ઘરમાં પુરાઈ રહ્યાં

દરવાજા આગળ મુકેલો સોફો

પોતાના જ ઘરમાં પુરાઈ જવું કેટલુ ખરાબ હોઈ શકે? પરંતુ જ્યારે એક ડિલિવરી બોયની ભુલને કારણે કોઈને ઘરમાં બંધ રહેવું પડે તો કેવું લાગે? સ્કોટલેન્ડના ફીફીમાં પણ આવી જ એક ઘટના બની છે. જેમાં મા-દીકરાને ડિલિવરી બોયની ભુલના કારણે બે દિવસ સુધી પોતાના જ ઘરમાં પુરાઈ રહેવું પડયું હતું. સોફા ડિલિવર કરવા આવેલો બોય કોરોનાના ડરથી ઘરમાં સોફા ડિલિવર કરવાને બદલે વચ્ચે પેસેજમાં જ મુકીને જતો રહ્યો હતો. તેમણે જમવાના ઓર્ડરની ડિલિવરી પણ બારીમાંથી લેવાની ફરજ પડી હતી.

યુકે મિરરના અહેવાલ પ્રમાણે, સ્કોટલેન્ડના ફીફીમાં રહેતા 44 વર્ષીય સરાહ મિલર અને તેના નાના દીકરા સાથે આખી ઘટના બની હતી. સરાહ મિલર અને તેમનો દિકરો પોતાના જ એપાર્ટમેન્ટમાં એટલા માટે લોક થઈ ગયા હતા કારણકે ડિલિવરી બોય તેમના ઘરના દરવાજાની બિલકુલ આગળ જ સોફો મુકીને જતો રહ્યો હતો. તેનાથી ન તો કોઈ ઘરની અંદર જઈ શકે ન બહાર આવી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ડિલિવરી બોયે કોરોનાના ડરના કારણે ઘરમાં જવાનું ટાળ્યું હતું. તે સોફાને તેમના ઘરની સામે સુધી તો લઈને આવ્યો પરંતુ અંદર ન લઈને આવ્યો. તે સોફાને ઠીક તેમના દરવાજાની બહાર મુકીને જતો રહ્યો. તેથી કોઈ ઘરમાં આવી પણ નહોતુ શકતું અને બહાર જઈ પણ નહોતું શકતું. આ ઘટના બે દિવસ સુધી ચાલી હતી. દરમિયા સારા અને તેના દીકરાને ભુખ લાગતા તેમણે પિઝા ઓર્ડર કર્યો હતો. પરંતુ ડિલિવરી બોય પણ અંદર નહોતો આવી શકતો એટલે તેમણે રસોડાની રેલિંગમાંથી પિઝાની ડિલિવરી લીધી હતી.

બે દિવસ પછી સારાનો મોટો દીકરો 23 વર્ષીય જેક ઘરે આવ્યો ત્યારે તેણે મહામહેનતે સોફો ઘરની અંદર લીધો હતો અને પછી ઘરમાં આવવા-જવાનો રસ્તો સામાન્ય થયો હતો. જેવી સોફા કંપનીને જાણ થઈ કે, તેમના આ કુરિયરના કારણે સારાને મુશ્કેલી થઈ હતી તો તેમણે $270 ગુડવિલ જેસ્ટર માટે આપ્યા હતા. તેમજ સારાએ જણાવ્યું હતું કે આ બે દિવસ તેમની માટે બહુ મુશ્કેલ રહ્યાં હતા. મેન્ટલ બ્રેકડાઉનની પરિસ્થિતિ થઈ હતી.

international news offbeat news scotland