યુગાન્ડામાં નગ્ન થઈ ફરાર થયા 200 કેદીઓ, સેના પણ રહી ગઈ જોતી

17 September, 2020 06:00 PM IST  |  Kampala | Gujarati Mid-day Online Correspondent

યુગાન્ડામાં નગ્ન થઈ ફરાર થયા 200 કેદીઓ, સેના પણ રહી ગઈ જોતી

અહીં જેલમાં કેદીઓને પીળા કપડા પહેરાવવામાં આવે છે

આફ્રિકન દેશ યુગાન્ડામાં જેલમાંથી ફરાર થવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. યુગાન્ડામાં 200 કેદીઓ નગ્ન થઈ જેલમાંથી ભાગી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ કેદીઓએ પહેલા જેલના સુરક્ષાકર્મીઓ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યારબાદ તેમના કપડા ઉતારીને ભાગી ગયા હતા. હકકીતમાં કેદીઓને પીળા રંગના કપડા આપવામાં આવે છે અને તેમને આ જ વાતનો ડર હોય છે કે, સેના તેમને ફરી વાર પણ પકડી પાડશે. એટલા માટે તમામ કેદીઓએ પોતાના કપડા ઉતારીને ફેંકી દીધા હતા.

જેલ તોડવાની આ ઘટના દેશના પૂર્વોત્તર વિસ્તારમાં ઘટી છે. સુરક્ષા દળ આ કેદીઓની શોધ કરી રહી છે. કહેવાય છે કે, આ કેદી દેશના જંગલી વિસ્તારમાં નાસી છૂટ્યા છે. જેલમાંથી ફરાર થયા બાદ કેદીઓ અને સુરક્ષાકર્મીમાં ગોળીબાર થયો છે. જેમાંથી એક સૈનિક અને કેદીને મારી નાખવામાં આવ્યો છે.

જેલમાંથી ફરાર થવાની આ ઘટના બુધવારે બની હતી. આ જેલ મોરોટો જિલ્લામાં સેનાની છાવણી પાસે બની છે. સેનાના પ્રવક્તાએ આ અંગે જણાવ્યુ છે કે, કેદીઓએ ડ્યૂટી પર તૈનાત વોર્ડનને કબ્જામાં લઈ લીધો છે. જેલમાં બંધ કેદી ખૂંખાર અપરાધી હતા. જે પશુઓની તસ્કરીના આરોપમાં જેલમાં બંધ હતા. તેઓ કપડા કાઢીને નાસી છૂટ્યા છે, જેથી તેમને કોઈ પકડી શકે નહીં. જેના માટે હાલ તેમને શોધવા માટે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આ કેદીઓ કપડાની દુકાન પર તરાપ મારી શકે છે.

international news africa offbeat news