સ્કૂલમાં આવ્યો નવો વિદ્યાર્થી

20 September, 2022 11:03 AM IST  |  Danua | Gujarati Mid-day Correspondent

સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે શરૂઆતમાં તો સ્ટુડન્ટ્સ ગભરાઈ ગયા હતા, પરંતુ હવે તેમને આ વાંદરાની આદત થઈ ગઈ છે

ઝારખંડની એક સરકારી સ્કૂલમાં એક વાંદરો વિદ્યાર્થીઓ સાથે ક્લાસમાં હાજરી આપતો દેખાય છે

આપણે વાંદરાઓને એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર તો એક ધાબા પરથી બીજા ધાબા પર કૂદતા જોયા છે; પરંતુ તાજેતરમાં એક વિ​ડિયો વાઇરલ થયો છે, જેમાં ઝારખંડની એક સરકારી સ્કૂલમાં એક વાંદરો વિદ્યાર્થીઓ સાથે ક્લાસમાં હાજરી આપતો દેખાય છે. આ વિડિયો દીપક મહાતો નામના યુઝરે ટ્‍વિટર પર શૅર કર્યો છે, જેમાં ઝારખંડના હઝારીબાગમાં ​જિલ્લાના ચૌપારણના દુનુઆમાં આવેલી એક સ્કૂલમાં એક વાંદરો અન્ય વિદ્યાર્થીઓ સાથે ભણે છે. શિક્ષકો તેમ જ સ્ટુડન્ટ્સ પણ એની હાજરીની નોંધ લીધા વિના પોતાનું કામ ચાલુ રાખે છે. સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે શરૂઆતમાં તો સ્ટુડન્ટ્સ ગભરાઈ ગયા હતા, પરંતુ હવે તેમને આ વાંદરાની આદત થઈ ગઈ છે. જોકે વિદ્યાર્થીઓની સલામતી માટે તેમણે જંગલ વિભાગને આ વાંદરાને પકડવા માટે વિનંતી કરી છે. આ વિડિયોને જોઈને એક યુઝરે મજાકમાં કહ્યું હતું કે એણે નીટ પણ પાસ કરી દીધી છે, થોડા સમયમાં એ મેડિકલ કૉલેજમાં જશે.

offbeat news viral videos jharkhand national news