બેઉ બળિયા બાથે વળગ્યા

05 July, 2025 12:43 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

એક કારચાલકે આ ઘટનાનો વિડિયો લેવા સાથે રનિંગ કૉમેન્ટરી પણ આપી છે

બે મૉનિટર લિઝર્ડ રોડના કિનારે જબરદસ્ત લડવા પર આવી છે

રાજસ્થાનના સવાઈ માધોપુરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં બે મૉનિટર લિઝર્ડ રોડના કિનારે જબરદસ્ત લડવા પર આવી છે. તેઓ એકમેકને ઊંચકીને પટકે છે. રોડની વચ્ચે થઈ રહેલી આ લડાઈને લોકો કુશ્તીના દાવ સાથે સરખાવી રહ્યા છે. એક કારચાલકે આ ઘટનાનો વિડિયો લેવા સાથે રનિંગ કૉમેન્ટરી પણ આપી છે. સામાન્ય રીતે જાયન્ટ કદની ગરોળીઓ જાહેરમાં જોવા નથી મળતી ત્યાં આવી ગરોળીઓ વચ્ચે ગળાકાપ કુશ્તીના દાવ સોશ્યલ મીડિયામાં જબરા વાઇરલ થયા છે. 

rajasthan india offbeat news national news wildlife