ન્યુ જર્સીના હાઇવે પર નોટોનો વરસાદ લોકોએ ગાડીમાંથી ઊતરીને ખિસ્સાં ભર્યા

19 December, 2018 03:46 PM IST  | 

ન્યુ જર્સીના હાઇવે પર નોટોનો વરસાદ લોકોએ ગાડીમાંથી ઊતરીને ખિસ્સાં ભર્યા

પૈસાના વરસાદે અટકાવ્યો ટ્રાફિક

ગુરુવારે સવારે ન્યુ જર્સીમાં એક કૅશલોડેડ ટ્રકમાંથી અંદાજે ૫,૧૦,૦૦૦ ડૉલર ભરેલી પ્લાસ્ટિકની બે બૅગ કૅશ-ટ્રકમાંથી નીચે પડી ગઈ હતી અને રસ્તામાં ઊડવા લાગી હતી. નોટોનો વરસાદ થતો જોઈને ન્યુ જર્સી હાઇવે પરથી પસાર થઈ રહેલા લોકો પોતાની કારમાંથી ઊતરીને નોટો ઉઠાવવા મંડી પડ્યા હતા. રસ્તા પર વરસી રહેલી નોટોમાં ૧૦૦ ડૉલરથી માંડીને પાંચ, ૧૦ અને ૫૦ ડૉલરની નોટો હતી. જોતજોતામાં લોકોએ લગભગ ૧૦ હજાર ડૉલર ઉઠાવી લીધા હતા.

 

ઈસ્ટ રધરર્ફોડ પોલીસે જણાવ્યા મુજબ ટ્રકના દરવાજામાં કોઈ પ્રૉબ્લેમ હોવાથી નોટો ભરેલી બૅગ રસ્તા પર પડી ગઈ હતી. ડ્રાઇવર અને સુરક્ષા-એજન્સીઓના કર્મચારીઓએ મળીને બે લાખ પાંચ હજાર ડૉલર મેળવી લીધા હતા. પછીથી પાંચ જણ આવીને ૧૧ હજાર ડૉલર પાછા આપી ગયા હતા. જોકે હજી પણ બે લાખ ૯૩ હજાર ડૉલર નથી મYયા. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.

offbeat news