મૉડર્ન જુગાડ : જિમની સાઇકલ લોટ દળવાની ચક્કીનું કામ પણ આપી શકે છે

04 September, 2020 11:35 AM IST  |  Mumbai | Mumbai correspondent

મૉડર્ન જુગાડ : જિમની સાઇકલ લોટ દળવાની ચક્કીનું કામ પણ આપી શકે છે

મૉડર્ન જુગાડ : જિમની સાઇકલ લોટ દળવાની ચક્કીનું કામ પણ આપી શકે છે

જિમની સાઇકલનો ઉપયોગ કસરત કરવા સિવાય પણ બીજો હોય એમ કોઈ કહે તો માનવામાં ન આવે, પણ આ હકીકત છે. આઇએએસ અધિકારી અવનીશ શરણે ટ્વિટર પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં એક મહિલા જિમની સાઇકલ પર કસરત કરી રહી છે અને એમાં કરવામાં આવેલા બદલાવને કારણે સાઇકલના પૈડાની સાથે અટેચ કરાયેલા કન્ટેનરમાં રાખવામાં આવેલા ઘઉંનો લોટ દળાઈ રહ્યો છે. વિડિયો સાથે એક મહિલા કૉમેન્ટરી કરતાં કહી રહી છે કે મશીનનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે, પરંતુ ઘરકામ કરવાને કારણે કસરત ન કરી શકતી મહિલાઓ માટે વધુ ઉપયોગી છે. આ મશીનમાં ઘઉં, ચોખા, દાળ અને મસાલા બધું જ પીસી શકાય છે. આ વિડિયોની સાથે પોસ્ટમાં લખેલું છે, ગજબનો આવિષ્કાર, કામ પણ અને કસરત પણ. કૉમેન્ટરી પણ શાનદાર છે. એક વ્યુઅરે કમેન્ટ કરી છે કે ‘આ ચક્કી થોડી મૉડર્ન થઈ ગઈ છે, બાકી લોકો પહેલાં ઘરમાં જ લોટ દળતા હતા. જિંદગી આપણને પાછું ત્યાં જ લઈ જઈ રહી છે.’

national news offbeat news