આ બાળકી નથી, ટીનેજર છે

13 May, 2022 09:43 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન આઇડલ પર આવેલી મૉડલ અને મહત્ત્વાકાંક્ષી સિંગર અબોલી જરીત ઑનલાઇન ટ્રોલ થવા છતાં લોકોની કમેન્ટ્સને પોતાના વિકાસને આડે આવવા નથી દેતી

અબોલી જરીત

નાગપુર રહેતી ૧૯ વર્ષની અબોલી જરીત મૉડલ અને સિંગર છે અને તે રેનલ રીકેટ્સ નામની બીમારીથી પીડાય છે. આ બીમારી હાડકાંની વિકૃતિ અને ક્રૉનિક રેનલ રોગ સાથે સંબંધિત છે, જેને કિડની ફેલ્યર તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૯ વર્ષની હોવા છતાં માત્ર ૩ ફુટ ૪ ઇંચના કદને લીધે અજાણ્યા લોકો તેને બાળકી જ સમજે છે. જોકે તેની બીમારીને લીધે તેણે પોતાના સપનાના માર્ગને અવરોધવા નથી દીધો. મૂત્રાશય ન હોવાને કારણે તેણે કાયમ નેપી પહેરવી પડે છે. શરીરમાં પેશાબ એકઠો ન થાય એ માટે ઑપરેશન દ્વારા તેની કમરમાં એક કાણું પાડવામાં આવ્યું છે. અહીં પણ તેણે કાયમ ડાયપર પહેરી રાખવું પડે છે. વધુમાં તેનો વિકાસ અવરોધાવાને કારણે તે ચાલી પણ નથી શકતી.

ઇન્ડિયન આઇડલ પર આવેલી મૉડલ અને મહત્ત્વાકાંક્ષી સિંગર અબોલી જરીત ઑનલાઇન ટ્રોલ થવા છતાં લોકોની કમેન્ટ્સને પોતાના વિકાસને આડે આવવા નથી દેતી. આ દુર્લભ રોગ ધરાવનાર વ્યક્તિ લાંબું જીવી શકતી નથી. જોકે અબોલી બચી જનારા ગણ્યાગાંઠ્યા ભાગ્યશાળીઓમાંની એક છે. તેનો ઇલાજ સંભવ નથી એ પણ સત્ય હકીકત છે. 

offbeat news national news