છોડો ફિગરની ફિકર

20 September, 2022 10:56 AM IST  |  Asunción | Gujarati Mid-day Correspondent

છેલ્લાં ૧૦ વર્ષથી યોજાતી આ સ્પર્ધાનો હેતુ વધુ વજન ધરાવતા લોકો સાથે થતા ભેદભાવ સામે લડવાનો છે

સાઉથ અમેરિકાના પેરાગ્વેના શહેર અસુન્સિયનમાં ૧૮ સપ્ટેમ્બરે પ્લસ સાઇઝની યુવતીઓની સૌંદય સ્પર્ધા મિસ ગોર્ડિતા

કોઈ જાડા છે એથી સુંદર નથી એવી બીબાઢાળ માન્યતાને તોડવા માટે સાઉથ અમેરિકાના પેરાગ્વેના શહેર અસુન્સિયનમાં ૧૮ સપ્ટેમ્બરે પ્લસ સાઇઝની યુવતીઓની સૌંદય સ્પર્ધા મિસ ગોર્ડિતાની ફાઇનલ યોજાઈ હતી. છેલ્લાં ૧૦ વર્ષથી યોજાતી આ સ્પર્ધાનો હેતુ વધુ વજન ધરાવતા લોકો સાથે થતા ભેદભાવ સામે લડવાનો છે. આયોજકો, સ્પર્ધકો અને જજ  તમામ લોકો એ વાત સાબિત કરતા હતા કે સુંદરતાને શરીરની સાઇઝ સાથે કોઈ સંબંધ નથી.

offbeat news international news paraguay south america