ડાઇવર્સને પચીસ લાખ વર્ષ પૂર્વેની શાર્કના દાંતના અશ્મિ મળ્યા

03 November, 2019 09:23 AM IST  |  મુંબઈ

ડાઇવર્સને પચીસ લાખ વર્ષ પૂર્વેની શાર્કના દાંતના અશ્મિ મળ્યા

શાર્કનો દાંત

મેક્સિકોના અખાતમાં ડાઇવર્સને પચીસ લાખ વર્ષ પૂર્વે જીવંત શાર્ક માછલીના દાંતના અશ્મિ મળ્યા છે. મધ્ય મેક્સિકોના યુકાટન પ્રાંતનું પાટનગર ચોલુલ ડી મેરિડા માયા સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો ગણાય છે. આ શોધને પગલે માયા સંસ્કૃતિનું શહેર મદેરિયા દરિયાની નીચે હોવાની નૃવંશશાસ્ત્રીઓની થિયરીને સમર્થન મળ્યું છે. ડાઇવર્સને કુલ ૧૫ દાંતના અશ્મિ મળ્યા છે. એમાંથી ૧૩ અશ્મિ વિવિધ પ્રકારની શાર્ક માછલીઓના હોવાનું સંશોધકો માને છે. ડાઇવર્સને અન્ય કેટલાક અશ્મિ પણ મળ્યા છે. એમાં વિલુપ્ત જાતિના પ્રાણીની કરોડરજ્જુનો મણકો અને અશ્મિભૂત માનવહાડકાંનો સમાવેશ છે. સ્પેલોલૉજિસ્ટ (ગુફાઓનો અભ્યાસ કરનાર) અને ફોટોગ્રાફર કે નિક્તે વિલિચિસ ઝપાતા અને તેના સહયોગી સ્પેલોલૉજિસ્ટ એરિક સોસાએ મેક્સિકોના અખાતમાં ડાઇવિંગ કર્યું ત્યારે આ અશ્મિ મળ્યા હતા. 

offbeat news hatke news