મેક્સિકોનાં ૭૧ વર્ષનાં દાદી છે બાસ્કેટબૉલ ચૅમ્પિયન

09 August, 2022 11:40 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

ઍન્ડ્રિયા લોપેઝ સાનએસ્ટેબન અટાટલાહુકા નામના શહેરની બાસ્કેટબૉલ કોર્ટમાં પોતાનો દબદબો બતાવે છે

ઍન્ડ્રિયા ગાર્સિયા લોપેઝ

ઉંમર તો માત્ર એક આંકડો છે, જેની સાબિતી અનેક લોકો આપતા હોય છે. સિનિયર સિટિઝન ઘણી વખત જાતજાતની શારીરિક તકલીફની વાત કરતા હોય છે, પરંતુ મેક્સિકોનાં ૭૧ વર્ષનાં ઍન્ડ્રિયા ગાર્સિયા લોપેઝ નામનાં દાદી બધાંથી અલગ છે, જેઓ હજી પણ બાસ્કેટબૉલની રમતનાં એક શાનદાર ખેલાડી છે. તેમની આ રમત જોઈને લોકોએ તેમને ગ્રેની જૉર્ડન નામ આપ્યું છે. જૉર્ડન બાસ્કેટબૉલની રમતનો શ્રેષ્ઠ ખેલાડી છે. ઍન્ડ્રિયા લોપેઝ સાનએસ્ટેબન અટાટલાહુકા નામના શહેરની બાસ્કેટબૉલ કોર્ટમાં પોતાનો દબદબો બતાવે છે. તેમના ઘૂંટણમાં દુખાવો છે, પણ તેમને લાગે છે કે તેઓ હજી થોડાં વર્ષ સુધી રમી શકશે. દાદીનો વિડિયો તેમના પૌત્રએ બનાવ્યો છે, જેને ૧૦ લાખ કરતાં વધુ લોકોએ જોયો છે. લોકોએ તેમની બાસ્કેટબૉલ પાસિંગ, ડ્રિબલિંગ અને શૂટિંગની ઘણી પ્રશંસા કરી હતી. એક યુઝરે તો તેમની પ્રશંસા કરતાં દાદીને એનબીએનાં સ્ટાર ખેલાડીઓ માટે ખતરારૂપ ગણાવ્યાં છે.

offbeat news mexico basketball mexico city