28 October, 2026 06:22 PM IST | Australia | Gujarati Mid-day Correspondent
ખાણ ખોદતાં હાથ લાગ્યો ૧.૫ કરોડ રૂપિયાનો સોનાનો પથ્થર
કહેવાય છે કે કુદરત જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવો જ ચમત્કાર ઑસ્ટ્રેલિયામાં બન્યો છે. ન્યુ સાઉથ વેલ્સના અંતરિયાળ વિસ્તારમાં માઉન્ટ સ્ટુઅર્ટ સ્ટેશન પાસે સોનાની શોધમાં ખોદકામ કરી રહેલા એક માણસને જમીનમાંથી ૧.૨ કિલોનો સોનાનો મોટો ટુકડો મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમત લગભગ ૧.૫ કરોડ રૂપિયા અંકાઈ રહી છે. જેને આ ટુકડો મળ્યો એ વ્યક્તિનું કહેવું છે કે ‘જ્યારે તે ખાણમાંથી નિરાશ થઈને પાછો ફરવાનું વિચારી રહ્યો હતો એ જ વખતે તેના મેટલ ડિટેક્ટરમાં અચાનક બીપ-બીપ અવાજ આવ્યો અને મને આશા જાગી. એ જગ્યાએ ખોદતાં પીળી ધાતુનો ચમકતો ટુકડો મળ્યો અને મારું નસીબ ચમકી ગયું.’