સમોસાં-કચોરીને ના ન પાડો, એને પણ ફીલિંગ્સ હોય છે

30 December, 2020 09:07 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

સમોસાં-કચોરીને ના ન પાડો, એને પણ ફીલિંગ્સ હોય છે

ચેન્નઈની એક રેસ્ટોરાંએ ગ્રાહકોને આકર્ષવા માટે મેન્યૂ-કાર્ડ અને બિલમાંના લખાણમાં જુદા સ્પેલિંગ અને સમાન અર્થ ધરાવતા અંગ્રેજી શબ્દો વડે મજેદાર મસ્તી કરી છે. ઘણી ખાદ્ય વાનગીઓમાં શાકભાજી, ફળો, માવા કે લોટના પૂરણ (ફીલિંગ) હોય છે. સમોસાં, કચોરી, બટાટાવડાં, પપૂરણપોળી, વેજિટેબલ પરાઠાં, રીંગણાનાં રવૈયાં જેવી વાનગીઓમાં પૂરણ ફીલિંગ (filling) વાપરવામાં આવે છે. એ જ ઉચ્ચાર લાગણી કે અનુભૂતિ માટે વપરાતા અંગ્રેજી શબ્દ feelingનો પણ છે. ચેન્નઈના ઓગિયામપેટ વિસ્તારના ઓલ્ડ મહાબલિપુરમ રોડ પરના શ્રી ચાટ મીઠાઈ ઍન્ડ નમકીન નામની રેસ્ટોરાંમાં મેન્યૂ-કાર્ડ અને બિલમાં લખ્યું છે કે ‘સમોસાં કે કચોરીને ના ન પાડો, તેમની પણ ફીલિંગ્સ હોય છે.’

offbeat news national news chennai