Viral Video: પાણીની અંદર 20 મેજિક ટ્રીક્સ કરીને બનાવ્યો રેકોર્ડ

21 November, 2020 09:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Viral Video: પાણીની અંદર 20 મેજિક ટ્રીક્સ કરીને બનાવ્યો રેકોર્ડ

તસવીર સૌજન્યઃ ગિનેસ વર્લ્ડ રેકોર્ડના વીડિયોમાંથી લીધેલો ગ્રેબ

આજે સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બ્રિટિશ જાદુગરે રેકોર્ડ બનાવ્યો છે. આ જાદુગરે પાણીની અંદર 3 મિનીટમાં 20 મેજિક ટ્રીક્સ કરી છે.

આ વીડિયો ગિનેસ વર્લ્ડ રેકોર્ડના ફેસબુક પેજ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી પાણીની અંદર રહીને સૌથી ઓછા સમયમાં સૌથી વધુ મેજિક ટ્રીક્સ કરવાનો રેકોર્ડ જાદુગર માર્ટિન રીસે બનાવ્યો છે.

જાદુગર માર્ટિન માટે પાણીની અંદર મેજિક ટ્રીક્સ કરવી સહેલી નહોતી. જ્યારે તે નાના હતા ત્યારે તે ડુબેલા પણ છે. આ મેજિક ટ્રીક્સથી એક રીતે તે પોતાના આંતરિક ડરથી જ બહાર આવ્યા છે. તેમણે પહેલા પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે જેમાં આંખમાં પટ્ટી લગાવીને સૌથી વધુ મેજિક ટ્રીક્સ કરવી એ પણ ફક્ત એક મિનીટમાં.

viral videos offbeat news offbeat videos