રશિયન સાયન્ટિસ્ટોએ બનાવ્યો મીટની ફ્લેવરનો આઇસક્રીમ

24 October, 2020 08:28 AM IST  |  Mumbai | Mumbai correspondent

રશિયન સાયન્ટિસ્ટોએ બનાવ્યો મીટની ફ્લેવરનો આઇસક્રીમ

રશિયન સાયન્ટિસ્ટોએ બનાવ્યો મીટની ફ્લેવરનો આઇસક્રીમ

લૉકડાઉનમાં વિવિધ લોકોના ભેજામાં તૈયાર થતા અનેક અતરંગી ખાદ્ય પદાર્થોનો સ્વાદ માણી ચૂકેલા લોકો હવે નવી ડિશનું નામ પડતાં જ ભડકી ઊઠે છે. જોકે એ માટે નેટ પર આવેલી અતરંગી ડિશિસ પણ એટલી જ જવાબદાર છે. હવે એક વૈજ્ઞાનિકે માંસના ફ્લેવરવાળા આઇસક્રીમની શોધ કરી છે. આ પહેલાં મુકાયેલી ડિશ પણ ખાસ પસંદ કરાઈ નહોતી.
માનસિક ઇન્સ્ટિટ્યૂટ ફૉર મીટ ઍન્ડ ડેરીના સંશોધકોએ માંસ અને આઇસક્રીમને મિક્સ કરીને આ આઇસમીટ નામનો આઇસક્રીમ તૈયાર કર્યો હતો, જે સૌપ્રથમ વાર સપ્ટેમ્બર ૨૦૨૦માં યોજાયેલા એક એક્ઝિબિશનમાં રજૂ થયો હતો. યુટ્યુબ પર આઇસક્રીમ બનાવવાની આખી પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. સામાન્ય આઇસક્રીમ કરતાં આ આઇસક્રીમ થોડી સખત કન્સિસ્ટન્સી ધરાવે છે. હળવા નાસ્તાનો શ્રેષ્ઠ વિકલ્પ મનાતા આ આઇસક્રીમમાં પ્રોટીન અને ફૅટ ધરાવતા આ આઇસક્રીમમાં આર્ટિફિશ્યલ શુગર ઉમેરવામાં આવી ન હોવાથી ડાયાબિટીઝના રોગીઓ પણ એ નિઃસંકોચ ખાઈ શકે છે.

international news offbeat news russia