બિલ્ડિંગમાંથી વૃક્ષો ઊગી નીકળ્યાં

15 January, 2022 11:00 AM IST  |  Shanghai | Gujarati Mid-day Correspondent

એક ‘૧૦૦૦ વૃક્ષ’ બિલ્ડિંગ ખાસ ધ્યાન ખેંચે છે

બિલ્ડિંગમાંથી વૃક્ષો ઊગી નીકળ્યાં

ચીનના શાંઘાઈમાં નદી પાસે આર્કિટેક્ચરનો એક ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. અહીં એક ‘૧૦૦૦ વૃક્ષ’ બિલ્ડિંગ ખાસ ધ્યાન ખેંચે છે. આ કૉમ્પ્લેક્સમાં ૧૦૦૦ વૃક્ષ અલગ પિલર્સ પર ઉગાડવામાં આવ્યાં છે. પંદર એકરના આ રીટેલ કૉમ્પ્લેક્સને તાજેતરમાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં અઢી લાખ પ્લાન્ટ્સ રહેશે જેમાંથી સવા લાખ છોડ તો ઑલરેડી રોપવામાં આવ્યા છે. બ્રિટિશ આર્કિટેક્ચર ફર્મ હીથરવિક સ્ટુડિયોએ આ બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. દરેક વિશાળ કૉન્ક્રીટ પિલરના સ્ટ્રક્ચર પર એક વૃક્ષ છે. લાઇટિંગના કારણે રાત્રે એક અલગ જ નજારો જોવા મળે છે.ચીનના શાંઘાઈમાં નદી પાસે આર્કિટેક્ચરનો એક ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. અહીં એક ‘૧૦૦૦ વૃક્ષ’ બિલ્ડિંગ ખાસ ધ્યાન ખેંચે છે. આ કૉમ્પ્લેક્સમાં ૧૦૦૦ વૃક્ષ અલગ પિલર્સ પર ઉગાડવામાં આવ્યાં છે. પંદર એકરના આ રીટેલ કૉમ્પ્લેક્સને તાજેતરમાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં અઢી લાખ પ્લાન્ટ્સ રહેશે જેમાંથી સવા લાખ છોડ તો ઑલરેડી રોપવામાં આવ્યા છે. બ્રિટિશ આર્કિટેક્ચર ફર્મ હીથરવિક સ્ટુડિયોએ આ બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. દરેક વિશાળ કૉન્ક્રીટ પિલરના સ્ટ્રક્ચર પર એક વૃક્ષ છે. લાઇટિંગના કારણે રાત્રે એક અલગ જ નજારો જોવા મળે છે.

offbeat news international news china