કમ્યુનિકેશનની બારીવાળો માસ્ક

16 May, 2020 11:43 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

કમ્યુનિકેશનની બારીવાળો માસ્ક

માસ્ક

સેફ્ટી માટે અત્યારે દુનિયાભરના દેશોમાં માસ્ક પહેરવાનું લગભગ ફરજિયાત થઈ ગયું છે. જોકે મોં અને નાક ઢાંકી દેવાને કારણે જે લોકો સાંભળી નથી શકતા અને બીજાના હોઠોની મૂવમેન્ટ પરથી કમ્યુનિકેશન કરતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. બેલ્જિયમમાં આ માટે માસ્કની વચ્ચે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક લગાવેલું હોય એવી બારી છે. એનાથી વ્યક્તિ બોલતી હોય ત્યારે લિપ મૂવમેન્ટ બીજાને દેખાઈ શકે છે. આપણે ત્યાં પણ સાંભળી ન શકતા લોકોની જોડે રહેનારાઓએ આ ઉપાય અજમાવવા જેવો ખરો.

international news offbeat news