ઓહોહો... એક કિલો ચાના 75,000 રૂપિયા?

30 October, 2020 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓહોહો... એક કિલો ચાના 75,000 રૂપિયા?

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ મહામારી વચ્ચે ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર (GTAC)એ ગુરૂવારે એક સ્પેશ્યાલ્ટી ચાનું વેચાણ 75,000 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ ભાવે કર્યું છે. આ ચાલુ વર્ષની સૌથી ઉંચી કિંમત છે. એક્સોટિક ચાની ઓળખ સુગંધ, સ્વાદ અને રંગથી કરવામાં આવે છે.

ગુવાહાટી ટી ઓક્શન બાયર્સ એસોસિએશન (GTABA) ના સચિવ બિહાનીએ જણાવ્યું કે, પાછલા વર્ષે પણ એક અન્ય બ્રાન્ડની ચા 50,000 કિંમતે વેચાઈ હતી.

બિહાનીએ જણાવ્યું કે, મનોહરી ગોલ્ડ સ્પેશિયલ્ટી ટીનું વેચાણ કન્ટેમ્પરરી બ્રોકર્સ પ્રાઈવેટ લિમિટેડે કર્યું અને તેની ખરીદી ગુવાહાટીના ટી ટ્રેડર વિષ્ણુ ટી કંપનીએ કરી હતી. આ માર્કાની ચાને ગત વર્ષે 50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું રેકોર્ડ પ્રાઈસ મળ્યું હતું. આ રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો. આ વર્ષની ચા પણ એ જ બાગમાંથી આવી હતી, જ્યાં ગયા વર્ષે કરવામાં આવી હતી.

બિહાનીના જણાવ્યા અનુસાર, એક્સોટિક ટીની ઓળખ સુગંધ, સ્વાદ અને રંગથી કરવામાં આવે છે. ગત વર્ષે 13 ઓગસ્ટે એક અન્ય માર્કવી અસમ ચાએ ઉંચી પ્રાઈસનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે અસમના ડિકોમ ટી એસ્ટેટે પોતાની ગોલ્ડન બટરફ્લાઈ ટીને GTACમાં 75000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ પ્રાઈસ પર વેચી હતી.

ગયા વર્ષે જીટીએસીમાં, ઓર્થોડોક્સ ગોલ્ડન ટી ટિપ્સનો કિલો દીઠ રૂ. 70,501 ભાવ મળ્યો હતો. આ માર્કાની ચા માટેનો આ રેકોર્ડ ભાવ હતો. જીટીએસી ઉંચી કિંમતી આસામ સ્પેશિયાલિટી ટીના પ્રદર્શન માટે એક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

national news offbeat news guwahati