ઍથ્લિટે એક મિનિટમાં ૮૫ વાર ફોર-ફિંગર પુશઅપ્સ કરીને બનાવ્યો રેકૉર્ડ

12 January, 2021 09:50 AM IST  |  Manipur | Gujarati Mid-day Correspondent

ઍથ્લિટે એક મિનિટમાં ૮૫ વાર ફોર-ફિંગર પુશઅપ્સ કરીને બનાવ્યો રેકૉર્ડ

ભૂતપૂર્વ વેઇટલિફ્ટર લૈથિંગબમ વિદ્યાસાગર સિંહે

ભૂતપૂર્વ વેઇટલિફ્ટર લૈથિંગબમ વિદ્યાસાગર સિંહે એક મિનિટમાં ૮૫ ફોર-ફિંગર પુશઅપ્સ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે.  

સિંહે પુશઅપ્સ કરતી વખતે એક હાથની બે આંગળી એમ ચાર આંગળી પર શરીરનું બૅલૅન્સિંગ કર્યું હતું. લૈથિંગબમ છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ હતો. પુશઅપ્સ માટે તેણે ઘણી પ્રૅક્ટિસ કરી હતી. આ માટે તેમણે મણિપુરની રાજધાની ઇમ્ફાલના એઝેડટીઈસીએસ સ્પોર્ટ્સના કિક-બૉક્સિંગ કોચ સાથે પ્રૅક્ટિસ કરી હતી.

આ પહેલાં સપ્ટેમ્બર ૨૦૧૮માં દેહરાદૂનના દીપક શર્માએ એક મિનિટમાં ૭૦ પુશઅપ્સ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.

offbeat news national news manipur