જસ્ટ ૩૦ સેકન્ડમાં ઝાડ પર ચડી જાય એવી બાઇક

18 June, 2019 09:33 AM IST  |  મેંગ્લોર

જસ્ટ ૩૦ સેકન્ડમાં ઝાડ પર ચડી જાય એવી બાઇક

નારિયેળ અને સોપારીનાં ઊંચાં વૃક્ષો પરથી ફળો તોડવા માટે ઝાડ પર ચડવાનું બહુ મુશ્કેલ હોય છે. તાલીમ લઈને ઝાડ પર ચડવાની પ્રૅક્ટિસ કરતા લોકોની ડિમાન્ડ પણ ઘણી મોટી હોય છે. જોકે કર્ણાટકના એક ખેડૂતે જાતે જ નારિયેળી પર ચડી શકાય એવી બાઇક બનાવી છે. મોટા ભાગે સાઉથના વિસ્તારોમાં જે મશીન હોય છે એ ગરગરડી જેવું હોય છે જે નીચે ઊભેલા માણસો દ્વારા ઑપરેટ થાય છે. જોકે મૅન્ગલોરમાં રહેતા ગણપતિ નામના ખેડૂતે પેટ્રોલથી ચાલતી લિટરલી મિની બાઇક જ તૈયાર કરી છે જેમાં કોઈ વ્યક્તિ એકલી પણ સેફ્ટી સાથે ચડ-ઊતર કરી શકે છે. સામાન્ય રીતે એક માણસને કોઈ સાધન વિના ઝાડ પર ચડતાં સાતથી આઠ મ‌િનિટ લાગે છે, પણ આ મિની બાઇક દ્વારા ૩૦ સેકન્ડની અંદર તમે ટોચ પર પહોંચી શકો છો.

આ પણ વાંચોઃ 1.44 કરોડ રૂપિયામાં વેચાઈ આ હૅન્ડબૅગ

આ બાઇક એક લીટર પેટ્રોલમાં ૮૦ ઝાડ પર ચડ-ઊતર કરી શકે છે. જસ્ટ ૨૮ કિલો વજન ધરાવતી બાઇક ૮૦ કિલો જેટલું વજન ખમી શકે છે. વરસાદના દિવસોમાં સોપારી અને નારિયેળનાં વૃક્ષો પર કીડા લાગવાની સંભાવના વધી જાય છે એટલે એના પર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી બને છે. દવા છાંટવાથી લઈને ફળો ઉતારવા સુધીના કામમાં આ મિની બાઇક કામ આપે છે.

national news offbeat news hatke news