નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ

26 January, 2021 08:56 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ

બેન ગુલિવર

બ્રિટનના રોમફૉર્ડના ૨૦ વર્ષના બેન ગુલિવર એક સૅલોંમાં નોકરી કરતો હતો. કોવિડ-19ને કારણે તેણે નોકરી ગુમાવી હતી, પરંતુ હવે તે પોતાના ઘરેથી જ વ્યવસાય શરૂ કરીને રોજના લગભગ ૧૨ લાખ રૂપિયા કમાઈ લે છે. આ વ્યવસાયથી તેણે અત્યાર સુધીમાં ૭.૩૦ કરોડ રૂપિયાની આવક કરી છે. બેન ગુલિવરે સ્થાનિક દંત ચિકિત્સકોએ પોતાનું કામ બંધ કરતાં તેણે રોમફૉર્ડમાં દાંતની સફાઈનું ઉપકરણ વેચવાની શરૂઆત કરી હતી. આને માટે તમામ પ્રોડ્ક્ટસ ચીનથી ખરીદી હતતી. પોતાના આ વ્યવસાયમાં સારી એવી આવક રળ્યા પછી તેણે આખો વ્યવસાય ભારે મોટી કિંમતે એક અમેરિકન રોકાણકારને વેચી દીધો અને ઍમેઝૉન પર પોતાના સામાનની લે-વેચના વ્યવસાયમાં વ્યસ્ત થઈ ગયો.

offbeat news international news coronavirus covid19