મૅરથૉનમાં આઇસક્રીમના કૉસ્ચ્યુમમાં દોડીને બે બ્રિટિશ મિત્રોએ ગિનેસ રેકૉર્ડ કર્યો

10 March, 2023 03:00 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

એલન ફાલે અને સ્કૉટ વેલ્શ બન્નેએ આઇસક્રીમનો કૉસ્ચ્યુમ પહેરીને ત્રણ કલાક ૪૮ મિનિટ ૧૨ સેકન્ડમાં દોડ પૂરી કરી હતી

મૅરથૉનમાં આઇસક્રીમના કૉસ્ચ્યુમમાં દોડીને બે બ્રિટિશ મિત્રોએ ગિનેસ રેકૉર્ડ કર્યો

યુકેમાં બે બ્રિટિશ મિત્રોએ આઇસક્રીમનો કૉસ્ચ્યુમ પહેરીને મૅરથૉનમાં દોડ લગાવીને એકસાથે ફિનિશલાઇન ક્રૉસ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડના સહધારક બન્યા હતા. એલન ફાલે અને સ્કૉટ વેલ્શ બન્નેએ આઇસક્રીમનો કૉસ્ચ્યુમ પહેરીને ત્રણ કલાક ૪૮ મિનિટ ૧૨ સેકન્ડમાં દોડ પૂરી કર્યા બાદ એલન ફાલે ચૂપચાપ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં સહ-રેકૉર્ડ માટે અરજી કરી હતી, જે એસીએલ (એન્ટેરિયર ક્રુસિએટ લિગામેન્ટ) ઇન્જરીમાંથી રિકવરી મેળવવામાં તેના મિત્ર સ્કૉટ વેલ્શે કરેલી મદદ માટે આભાર માનવાની એક ઉમદા પદ્ધતિ હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાંથી રેકૉર્ડ માટે તેમના નામનો સ્વીકાર થતાં બન્ને મિત્રો રોમાંચિત થયા હતા. 

offbeat news international news guinness book of world records united kingdom london