ભાઈસાહેબે ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા ઊંચી જાતનું ઊંટ ચોર્યું

20 February, 2021 08:23 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ભાઈસાહેબે ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા ઊંચી જાતનું ઊંટ ચોર્યું

પોતાના નિકટના કે અત્યંત ખાસ સ્વજન માટે ભેટની વસ્તુ વિશે વિચારતાં કાંઈક અવનવું આપવાનો ખ્યાલ આવે એ સમજી શકાય, પણ અવનવું આપવાની લાયમાં કોઈને શરમાવા જેવું થાય કે ઉપહાસને પાત્ર ન બનાય એનું ધ્યાન પણ રહી જાય છે.

દુબઈની એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને બેજોડ ભેટ આપવાનો નિર્ણય કરીને ઊંટનું નવજાત બચ્ચું ભેટ આપ્યું. જોકે આ ભેટ તેને મોંઘી પડી હતી. બન્યું હતું એમ કે આ વ્યક્તિએ હકીકતમાં ઊંચા વંશનું ઊંટ તેની ગર્લફ્રેન્ડને ભેટ આપવું હતું, પરંતુ એ શક્ય ન બનતાં તેણે આ વંશના ઊંટનું બચ્ચું તેની ગર્લફ્રેન્ડને ભેટ આપ્યું હતું અને એ પણ ક્યાંકથી ચોરીને. ઊંટ ચોરાયાની ફરિયાદ પછી પોલીસે એને શોધવાના નિષ્ફળ પ્રયાસ કર્યાના થોડા દિવસ બાદ ઊંટ ચોરનાર વ્યક્તિએ જ તેના ખેતરમાં રખડતું ઊંટ જોવા મળ્યાની પોલીસને જાણ કરી હતી. જોકે થોડી પૂછપરછ પછી તેણે પોતાનો ગુનો કબૂલી લેતાં પોલીસે બન્ને લવ-બર્ડ્સની ચોરી કરવા તેમ જ પોલીસને ખોટી માહિતી આપવા બદલ ધરપકડ કરી હતી અને ઊંટનું બચ્ચું એના મલઊ માલિકને પાછું સોંપ્યું હતું.

offbeat news international news dubai