ગોળી વાગી છતાં બીડી પીતો રહ્યો આ માણસ, IPSએ કહ્યું આ...

29 June, 2020 08:24 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

ગોળી વાગી છતાં બીડી પીતો રહ્યો આ માણસ, IPSએ કહ્યું આ...

વીડિયોમાંથી લીધેલ સ્ક્રિનશૉટ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ ચોંકી જશો. એક વ્યક્તિને ગોળી વાગી છે, છતાં તે હૉસ્પિટલમાં સ્ટ્રેચર પર પડ્યાં પડ્યાં બીડી પીતી જોવા મળે છે. આ માણસ ઘટના જણાવતાં વચ્ચે વચ્ચે કશ ખેંચતો જોવા મળે છે. આ વીડિયો ઓડિશાના સીનિયર આઇપીએસ, અરુણ બોથરાએ ટ્વિટર પર શૅર કર્યો છે, જ્યાંથી આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને ઉત્તર પ્રદેશનો છે એવું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સામે રિપોર્ટર્સ ઊભા છે અને તેની સામે ઘટના વિશે માહિતી આપી રહ્યા છે અને તેના હાથમાં બીડી છે. તે સ્ટ્રેચર પર પડ્યો છે અને વાતો કરી રહ્યો છે અને વચ્ચે વચ્ચે બીડીના કશ લઈ રહ્યો છે. ગોળી વાગ્યા પછી પણ તેના હાથમાંથી બીડી નથી છૂટતી. આઇપીએસ અરુણ બોથરાએ મજાક કરતાં લખ્યું છે કે, "બન્દેને બીડી નહીં છોડી ઓર ચીન વાલે કહે રહે હે કે જમીન છોડ દો."

અરુણ બોથરાએ વીડિયો શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું, "હરિયાણાના આ ભાઇને ગોળી વાગી ગઈ, કપડાં લોહીથી ભરેલા છે હૉસ્પિટલના સ્ટ્રેચર પર પણ આ માણસે બીડી ન છોડી અને ચાઇનાવાળા કહે છે કે જમીન છોડી જો." પછીથી અરુણ બોથરાએ માહિતી આપી કે ઘટના પશ્ચિમ યૂપીની છે.

જુઓ વાયરલ વીડિયો:

આ વીડિયોને તેમણે 27 જૂને શૅર કર્યો હતો, જેને અત્યાર સુધી 1 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 11 હજારથી વધારે લાઇક્સ અને 3 હજારથી વધારે રિ-ટ્વીટ્સ મળી ચૂક્યા છે. લોકોએ નીચે કોમેન્ટ સેક્શનમાં રસપ્રદ કોમેન્ટ કરી છે અને કંઇક આવા રિએક્શન્સ આપ્યા છે.

coronavirus covid19 uttar pradesh offbeat news offbeat videos viral videos