30 October, 2023 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પનીરની પ્રતીકાત્મક તસવીર
Man Sitting on Raw Paneer: સોશિયલ મીડિયા પર વાયરલ થતી એક તસવીરને જોઈને કદાચ તમારી પણ પનીર ખાવાની ઇચ્છા મરી પરવારી શકે છે. તસવીર જોઈને લોકો ડઘાઈ ગયા છે અને પનીર બનાવતી વખતે હાઇજીનના વિષય પર પોતાની ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે.
Man Sitting on Raw Paneer: ભારતીય ઘરોમાં ખાસ અવસરે પનીર બનાવવામાં આવે છે. મહેમાન આવ્યા હોય કે કોઈક તહેવાર કે ઉત્સવ હોય, પનીરનું શાક જ પહેલી ચૉઈસ હોય છે. પનીરની ફૅન ફૉલોઇંગ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી, પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી એક તસવીરને જોતા કદાચ પનીર પ્રત્યેની તમારી ક્રેવિંગ ઘટી શકે છે. તસવીરને લઈને લોકો ડઘાઈ ગયા છે તો કેટલાક લોકો પનીર બનાવતી વખતે હાઈજીનના વિષય પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
અહીં જુઓ પોસ્ટ
Man Sitting on Raw Paneer: સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર Azhar Jafriના અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવેલી તસવીરમાં બ્લુ કલરની લુંગી પહેરીને એક શખ્સ પનીરની જાડી સ્લાઈડ્સ પર બેઠેલો જોવા મળે છે. સફેદ પાતળાં કાપડમાં બાંધીને મૂકેલા ત્રણ-ચાર લેયર્સ ઉપર બેઠેલા આ શખ્સ પનીરમાંથી પાણી કાઢી રહ્યો છે, જે પાણી એક પ્લેટમાં પડતું જોવા મળી રહ્યું છે. હકીકતે, પનીર બનાવવા માટે દૂધનાં છીણને ભારે વજન આપીને દબાવીને તૈયાર કરવામાં આવે છે. તસવીરમાં ભારે સામાનને બદલી લુંગી પહેરેલો શખ્સ જોવા મળી રહ્યો છે.
લોકોએ કહી આ વાત
Man Sitting on Raw Paneer: આ તસવીરને એક્સ પર 56 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. આને કૅપ્શન આપતા લખ્યું છે, "આને જોઈને ક્યારેય નૉન બ્રાન્ડેડ પનીર ન ખરીદવું." પોસ્ટ પર કોમેન્ટ કરતા લોકો પનીર બનાવવાની પ્રક્રિયાને જોઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે, "શક્ય છે કે બ્રાન્ડેડ પ્રૉડક્ટસ પણ આ રીતે જ બનતા હોય." એક યૂઝરે લખ્યું, "શું ખબર બ્રાન્ડવાળું પનીર પણ આવું જ હોય." તો બીજાએ લખ્યું, "ગુચ્ચી બૂટ બનાવનારા લોકો બ્રાન્ડેડ પનીર પર બેસે છે." ત્રીજાએ લખ્યું, "હા બ્રાન્ડેડ પનીરવાળા આ પ્રક્રિયા દરમિયાન બ્રાન્ડેડ લુંગી અથવા બરમૂડો પહેરે છે." તો અન્ય એક યૂઝરે લખ્યું છે, "હે ભગવાન શું આવું જ હોય છે?"