૧૪થી ૨૪ વર્ષનો થયો ત્યાં સુધી દરરોજ લીધેલા સેલ્ફીનો વિડિયો બનાવ્યો

06 January, 2021 09:24 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૧૪થી ૨૪ વર્ષનો થયો ત્યાં સુધી દરરોજ લીધેલા સેલ્ફીનો વિડિયો બનાવ્યો

નીએલ ગ્રે

એક છોકરો ૧૪ વર્ષનો હતો ત્યારથી ૨૪ વર્ષનો થયો ત્યાં સુધી દરરોજ પોતાનો સેલ્ફી લેતો આવ્યો છે. ગયા દાયકામાં તેણે લીધેલી તમામ તસવીરોનો ‘પિક્ચર અ ડે’ વિડિયો-કોલાજ શૅર કર્યો છે અને આ ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

નીએલ ગ્રેએ ટ્વિટર પર વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘હું છેલ્લાં ૧૦ વર્ષથી રોજ મારી તસવીર લઈ રહ્યો છું. હું ૧૪ વર્ષથી ૨૪ વર્ષનો થયો ત્યાં સુધીની મારી આ તસવીરો છે.’

નીએલે તૈયાર કરેલા આ ટાઇમ લેપ્સ વિડિયોમાં ૧૪ વર્ષનો કિશોર એવા ગ્રેને માત્ર બે મિનિટમાં ૨૪ વર્ષનો યુવાન થતો દર્શાવાયો છે.

આ વિડિયો ૧.૪ લાખ કરતાં વધુ વખત જોવાઈ ચૂક્યો છે. તેને ૫૬૦૦થી વધુ લાઇક્સ મળી છે.

એક યુઝરે લખ્યું છે કે ‘તું ખાસ બદલાયો નથી. એવું લાગે છે જાણે તું બતાવી રહ્યો હોય કે પવનથી તારા વાળ કેવા થાય છે.’ તો અન્ય યુઝરે લખ્યું છે કે ‘મને નથી લાગતું કે હું મારા જીવનમાં કોઈ બાબત આટલા લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક કરી શકું.’

offbeat news international news