રેકૉર્ડબ્રેક કાર કલેક્શન

21 September, 2021 11:35 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

આજની તારીખમાં જ્યૉર્જ એરિયાસ પાસે અસંખ્ય કાર અને એને સંબંધિત કુલ ૧૨૦૦ ચીજ છે

જ્યૉર્જ એરિયાસ

પિક્સર ઍનિમેશન સ્ટુડિયો દ્વારા ૨૦૦૬માં રિલીઝ કરાયેલી ડિઝનીની એનિમેટેડ કારથી મેક્સિકોનો જ્યૉર્જ એરિયાસ એટલો બધો પ્રભાવિત થયો હતો કે તેણે ટોકિંગ મોટર્સને લગતી યાદગીરીનો સંગ્રહ કરવાનો નિર્ણય લીધો હતો. આજની તારીખમાં તેની પાસે અસંખ્ય કાર અને એને સંબંધિત કુલ ૧૨૦૦ ચીજ છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની ૨૦૨૨ની એડિશનમાં તેના કારના સંગ્રહને સ્થાન મળી રહ્યું છે.

જ્યૉર્જની દીકરીએ રમવા માટે મૅક્વિન, સેલી, મૅટર અને ચીક હિક્સ કાર ખરીદવાની વાત કરી ત્યારે તે તાત્કાલિક દીકરી માટે આ કાર ખરીદી લાવ્યો હતો. જોકે કારના કલર્સ અને ક્વૉલિટીથી પ્રભાવિત થઈ તેણે કારનો સંગ્રહ કરવાનો નિર્ણય લીધો હતો. કારનું કલેક્શન કરવાની શરૂઆત તેણે લગભગ ૧૫ વર્ષ પહેલાં કરી હતી. પોતાના કારના સંગ્રહમાં વધુ કાર ઉમેરવા માટે તે સતત પુસ્તકો શોધવા માંડ્યો હતો. જ્યૉર્જે તેના કાર કલેક્શનને તમામ લોકોને જોવા માટે ખુલ્લું મૂક્યું છે. ક્યારેક તો આ કાર જોવા આવનાર મેક્સિકોનાં બાળકો કારના સંગ્રહ સાથે પોતાનો જન્મદિવસ ઊજવવાનો મોકો પણ નથી ચૂકતાં.

offbeat news international news mexico