ફૉર્મ્યુલા વન-મિલ્કમૅનનો વિડિયો થયો વાઇરલ

04 October, 2022 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વાહન કાર અને બાઇક વચ્ચેના હાઇબ્રીડ જેવું લાગે છે

ફૉર્મ્યુલા વન-મિલ્કમૅનનો વિડિયો થયો વાઇરલ

આપણા દેશમાં જુગાડ કરનારાઓનો તોટો નથી. ઇન્ટરનેટ પર અવારનવાર પોતાનાં કામ સરળ રીતે પાર પાડવા માટે કરાયેલા જુગાડના વિડિયો પોસ્ટ થતા રહે છે અને નેટિઝન્સ એનાથી મંત્રમુગ્ધ થતા રહે છે. કેટલીક વાર આ જુગાડ સામાન્ય હોય છે, તો વળી કેટલીક વાર એટલા પ્રભાવશાળી હોય છે કે આનાં વખાણ કર્યા સિવાય રહી શકાતું નથી. આવો જ એક વિડિયો હાલમાં ટ‍્‍વિટર પર વાઇરલ થયો છે, જેમાં એક દૂધવાળો એફ-વન જેવી દેખાતી ડિલિવરી કારનો ઉપયોગ પોતાના વ્યવસાય માટે કરતો જણાયો છે.

ટ‍્‍વિટરના ‘રોડ્સ ઑફ મુંબઈ’ નામના પેજ પર આ વિડિયો અપલોડ થયો છે. વિડિયોમાં ત્રણ પૈડાંનું એફ-૧ કાર જેવું દેખાતું વાહન ધીમી ગતિએ ચાલી રહેલું જોઈ શકાય છે. આ વાહન કાર અને બાઇક વચ્ચેના હાઇબ્રીડ જેવું લાગે છે. આ વાહનચાલકે હેલ્મેટ તથા સીટબેલ્ટ પહેર્યાં છે. વાહનની પાછળના ભાગમાં દૂધનાં કૅન છે, જેના પરથી તે દૂધ વેચવા જતો હોય એવું લાગે છે. 

offbeat news viral videos national news formula one