પાળેલો ડૉગી બે વર્ષે ન્યુઝ-ચૅનલ પર જોયો અને પાછો મેળવી લીધો

02 August, 2021 10:22 AM IST  |  Wisconsin | Gujarati Mid-day Correspondent

કુટુંબના સભ્ય એવા ડૉગીને ફરી મેળવીને ડ્વાઇટ ફૅમિલી ખુશખુશાલ અને ભાવુક થઈ ગયું હતું

ડ્વાઇટ ફૅમિલી

અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટના એક પરિવારનો ડૉગી બે વર્ષ પહેલાં ગુમ થયો હતો. તાજેતરમાં અચાનક એક ટીવી-ન્યુઝ ચૅનલ પર એ ડૉગી જોવા મળ્યો અને તેની સાથે પુનર્મિલન પણ થયું હતું. ન્યુઝ-ચૅનલ પર એક રિપોર્ટના પ્રસારણ દરમ્યાન રજૂ કરાયેલી તસવીરમાં એ ડૉગીને તેના માલિક મિસ્ટર ડ્વાઇટે બરાબર ઓળખ્યો હતો. પેડે નામના એ ડૉગીના પરિવાર સાથે પુનર્મિલનનો વિડિયો વિસ્કોન્સિન હ્યુમન સોસાયટીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર શૅર કર્યો છે. કુટુંબના સભ્ય એવા ડૉગીને ફરી મેળવીને ડ્વાઇટ ફૅમિલી ખુશખુશાલ અને ભાવુક થઈ ગયું હતું. ડૉગીના હાવભાવ પણ જોવા જેવા હતા. ફેસબુક પર એ વિડિયોના ૪૩,૦૦૦ કરતાં વધારે વ્યુઝ નોંધાયા હતા.

offbeat news international news united states of america