આ વ્યક્તિનો શોખ જાણીને ચોંકી જશો તમે પણ, ઘરમાં પાળ્યું આ જીવ

13 November, 2019 07:43 PM IST  |  Mumbai Desk

આ વ્યક્તિનો શોખ જાણીને ચોંકી જશો તમે પણ, ઘરમાં પાળ્યું આ જીવ

પ્રતીકાત્મક તસવીર

દરેક વ્યક્તિને કોઇક ને કોઇક પ્રાણી પસંદ હોય છે. કોઇકને કૂતરા ગમતાં હોય છે તો કોઇકને બિલાડી. આ સિવાય લોકો ગાય, ભેંસ, બકરી, મરગી અનેક પ્રકારના જીવ-જંતૂઓને પાળે છે. પણ અહીં તમને એવા વ્યક્તિ વિશે જણાવીએ જેણે એક જીવલેણ પ્રાણીને પાળ્યો છે. અને સૌથી ખાસ વાત એ છે કે પરણેલો આ વ્યકિત પોતાના બે બાળકો સાથે જ આ જીવને રાખે છે.

મામલો ઇંગ્લેન્ડના ટેક્સબરી શહેરનો છે. 31 વર્ષના માર્ક્સ હૉબ્સે 18 ફૂટના અજગરને પાળી રાખ્યું છે. આ અજગરને હૉબ્સ પ્રેમથી હેક્સી કહીને બોલાવે છે. એટલું જ નહીં હૉબ્સે પોતાના 3 રૂમવાલા ઘરમાં અજગરને પણ સાથે જ રાખ્યું છે. આટલા લાંબા અને જીવલેણ પ્રાણી સાથે રહેવું સરળ વાત નથી.

હેક્સી નામના આ અજગર એક માદા સાંપ છે જે હરણ, સસલું, ડુક્કર અને બકરીઓ ખાય છે. આના ખાવાની બધી વસ્તુઓ સ્થાનિક ખેડૂતો ઉપલબ્ધ કરાવે છે. આ અજગરના મળને એક મોટા બીન બૅગમાં જમા કરવામાં આવે છે.

આઇટી કંપનીમાં કામ કરનારા માર્ક્સ હૉબ્સને આ સાંપને પાળવામાં હજારો પાઉન્ડ્સ ખર્ચ કરવા પડે છે. આ અજગર આ સમયે એટલો બધો તાકતવાન થઈ ગયો છે કે એક મોટા માણસને પણ થોડીક મિનિટોમાં જ ખાઇ શકે છે. પણ માર્ક્સને પોતાના હેક્સી પર એટલો ભરોસો છે કે તે કોઇને નુકસાન નહીં પહોંચાડે.

આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

માર્ક્સ આ સાંપને લગભગ 8 વર્ષ પહેલા ખરીદીને લાવ્યો હતો. તે સમયે તેની સાઈઝ ફક્ત 8 ઇન્ચ હતી. છેલ્લા 8 વર્ષોમાં આ સાંપની લંબાઇ વધીને 18 ફૂટ થઈ ગઈ અને વજન પણ 100 કિલો થઈ ગયું છે.

england offbeat news