ન્યુ યૉર્કમાં વરસાદમાં ૨૩ માળના બિલ્ડિંગની ટોચ પર કરતબ

06 October, 2022 09:58 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

આ ઇમારત ૩૨૪ ફુટ કરતાં વધુ ઊંચી છે.

ન્યુ યૉર્કમાં વરસાદમાં ૨૩ માળના બિલ્ડિંગની ટોચ પર કરતબ

ન્યુ યૉર્કમાં ડાઉનટાઉન મૅનહટનની ૨૩ માળની એક ઇમારતની છત પર ભારે પવન અને વરસતા વરસાદમાં સૂટબૂટ પહેરેલો એક અજાણ્યો માણસ દોડાદોડ કરી કૂદકા મારી રહ્યો હોવાનો વિડિયો વાઇરલ થયો છે.

વિડિયોની શરૂઆતમાં તે એક કૉર્નર પર ઊભો રહીને ફોટો પાડતો જોવા મળે છે. ત્યાર બાદ ફોટો પાડવાનું બંધ કરી તે ચાલતો જ ફોન પર વાત કરી રહ્યો હોય છે. ફોન પૂરો થયા બાદ તે ઇમારતની છત પરની ચડતી-ઊતરતી બાંધણી પર આગળ વધી તેના એપાર્ટમેન્ટની બારી આવતાં એમાંથી પોતાના ઘરમાં જતો રહે છે.

નજીકના બિલ્ડિંગમાંથી એરિક લજુંગ નામના માણસે આ ઘટનાનો વિડિયો ઉતાર્યો છે. વરસાદ અને ભારે પવનને લીધે વિડિયો બ્લર આવ્યો છે. વર્ષ ૧૯૦૭માં ગોથિક સ્ટાઇલમાં બંધાયેલી અને ૨૦૦૩માં નવીનીકરણ કરાયેલી આ ઇમારત ૩૨૪ ફુટ કરતાં વધુ ઊંચી છે.

offbeat news viral videos new york international news