ભરચક રસ્તા વચ્ચે નમાજ પઢવા બેસી ગયેલા માણસની ધરપકડ

21 April, 2026 01:41 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના રામપુરમાં ટ્રાફિકથી ભરચક રસ્તા પર એક મુસ્લિમ ચંપલ કાઢીને એમ જ નમાજ પઢવા બેસી ગયો હતો. વાહનો ત્યાં હૉર્ન મારતાં રહ્યાં અને કેટલાક લોકો તેને ઉઠાડવા માટે ભેગા થઈ ગયા એમ છતાં તે નમાજ પઢતો જ રહ્યો.

ભરચક રસ્તા વચ્ચે નમાજ પઢવા બેસી ગયેલા માણસની ધરપકડ

ઉત્તર પ્રદેશના રામપુરમાં ટ્રાફિકથી ભરચક રસ્તા પર એક મુસ્લિમ ચંપલ કાઢીને એમ જ નમાજ પઢવા બેસી ગયો હતો. વાહનો ત્યાં હૉર્ન મારતાં રહ્યાં અને કેટલાક લોકો તેને ઉઠાડવા માટે ભેગા થઈ ગયા એમ છતાં તે નમાજ પઢતો જ રહ્યો. આને કારણે થોડીક વાર માટે રોડ પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં પોલીસે તેને પકડી લીધો હતો. 

uttar pradesh offbeat news islam national news india