આ ભાઈએ કર્યા કોબરા સાપ સાથે કર્યા લગ્ન, જાણો કેમ...

03 November, 2020 08:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ભાઈએ કર્યા કોબરા સાપ સાથે કર્યા લગ્ન, જાણો કેમ...

તસવીર સૌજન્યઃ ન્યૂ અરીનાનું યુટ્યુબ અકાઉન્ટ

ફિલ્મોમાં તો આપણે ગયા જન્મના પ્રેમની ઘણી સ્ટોરી જોઈ છે. પરંતુ હકીકતમાં આવુ હોય ખરૂ? ફિલ્મમાં પણ બીજા જન્મમાં વ્યક્તિ માનવના રૂપમાં જ જન્મે છે એમ દર્શાવવામાં આવે છે પરંતુ તમને કોઈ એમ કહે કે બીજા જન્મમાં કોબ્રા સાપના સ્વરૂપમાં જન્મ લીધો છે તે તમે માનો ખરા?. થાઈલેન્ડમાં એક વ્યક્તિ તેની પ્રેમિકાને સાચો પ્રેમ કરતો હતો. જોકે તેની પ્રેમિકાનું નિધન થયુ હતું અને આ વ્યક્તિ ખૂબ જ દુખમાં હતો.

આ વ્યક્તિએ એક કોબ્રા સાપ સાથે લગ્ન કર્યા છે, કેમ કે તેનું કહેવુ છે કે તેની પ્રેમિકાએ કોબ્રાના સ્વરૂપમાં બીજો જન્મ લીધો છે. પાંચ વર્ષ પહેલા જ તેની પ્રેમિકાનું મૃત્યુ થયુ હતું. તેની પ્રેમિકાના મૃત્યુના પાંચ વર્ષ બાદ તેણે આ કોબ્રા સાથે લગ્ન કર્યા છે.

આ વ્યક્તિએ જે કોબ્રા સાપ સાથે લગ્ન કર્યા છે તે 10 ફીટ લાંબો છે અને લગ્ન બાદ તે પોતાની પત્નીની જેમ જ આ કોબ્રાની કાળજી કરી રહ્યો છે. આ સાપ સાથે જ તે જમે છે, રહે છે, ઉંઘે છે, એટલુ જ નહીં પણ રોમેન્સ પણ કરે છે. તેનું કહેવું છે કે આ કોબ્રામાં તેની પ્રેમિકાની જ આત્મા છે, તેણે જ ફરી જન્મ લીધો છે.

રિપોર્ટ મુજબ તે પિકનીકમાં જાય છે, ઘરે બેસીને સાથે તેઓ ટીવી પણ જોતા હોય છે. કોબ્રા સાપ સૌથી ઝેરીલા હોય છે પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હજી સુધી આ સાપે કોઈ નુકસાન પહોંચાડ્યુ નથી.

viral videos offbeat news offbeat videos thailand international news