આ ભાઈએ ૨૮ પત્ની, ૩૫ સંતાનો અને ૧૨૬ પૌત્રો - પૌત્રીઓની હાજરીમાં ૩૭મા લગ્ન કર્યાં

12 May, 2022 10:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કયા દેશમાંથી વિડિયો અપલોડ કરાયો છે એ વિશે કોઈ જાણકારી નથી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા પર વિચિત્ર લગ્નનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક વ્યક્તિ તેની ૨૮ પત્નીઓ, ૩૫ સંતાનો અને ૧૨૬ પૌત્રો-પૌત્રીઓની હાજરીમાં ૩૭મા લગ્ન કરી રહ્યો છે.  વિડિયોમાં દાવો કરાયો છે કે આ ભાઈ આ પૂર્વે ૩૬ લગ્ન કરી ચૂક્યાં છે અને બહોળું કુટુંબ ધરાવે છે.

આઇપીએસ અધિકારી રૂપિન શર્માએ આ વિડિયો શૅર કરી પોતાના સંપૂર્ણ પરિવારની હાજરીમાં ૩૭મા લગ્ન કરનારા આ પુરુષને બહાદુર ગણાવ્યો છે. જોકે આ ઘટના ક્યારે બની છે અને કયા દેશમાંથી વિડિયો અપલોડ કરાયો છે એ વિશે કોઈ જાણકારી નથી.  

offbeat news international news