ખરું સેટિંગ કર્યું : આને કહેવાય વિન્ડો-વૅક્સિન

18 August, 2021 11:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક વ્યક્તિ દીવાલ કૂદીને બારી પાસે પહોંચી જાય છે અને વૅક્સિન મુકાવે છે એ વિડિયો ઘણો વાઇરલ થયો છે

વિડિયોમાંથી લીધેલો સ્ક્રીનશૉટ

કોરોના વાઇરસથી બચવા વૅક્સિન લગાવવી જરૂરી છે. દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં લોકોએ વૅક્સિન માટે લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, પરંતુ એક વ્યક્તિ દીવાલ કૂદીને બારી પાસે પહોંચી જાય છે અને વૅક્સિન મુકાવે છે એ વિડિયો ઘણો વાઇરલ થયો છે. ૧૫ સેકન્ડના આ વિડિયોમાં એક વ્યક્તિ પોતાના બે પગ બાજુબાજુની દીવાલ પર ટેકવીને બૅલૅન્સ જાળવે છે અને શર્ટ કાઢીને જમણા હાથ પર વૅક્સિન મુકાવે છે. બીજી તરફ અનેક લોકો લાંબી લાઇનમાં ઊભા છે. લાગવગ અને સેટિંગ તો આપણા દેશની શાન છે એવી કૅપ્શન પણ વિડિયોને આપવામાં આવી છે.

દેશમાં અત્યાર સુધી કુલ ૫૪ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, પણ આવા સેટિંગથી વૅક્સિન કોઈએ નહીં લીધી હોય.

offbeat news national news viral videos covid vaccine vaccination drive