મૃત યુવકને દફનવિધિ માટે લઈ જતી વખતે જીવતો થયો

11 June, 2019 11:37 AM IST  |  પાલનપુર

મૃત યુવકને દફનવિધિ માટે લઈ જતી વખતે જીવતો થયો

પ્રતીકાત્મક તસવીર

પાલનપુર શહેરના જનતાનગરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા નદીમભાઈ યાકુબભાઈ નાગોરીને લૂ લાગતાં મહાજન હૉસ્પિટલમાં દાખલ કરેલા હતા. જ્યાં રવિવારે સવારે ૮ કલાકે તેમનું મોત નીપજતાં પરિવારજનો તેમના મૃતદેહને ઘરે લઈ ગયા હતા.

સ્નાન સહિતની વિધિ પતાવી જનાજામાં દફનવિધિ માટે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં આવતી મસ્જિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. એ દરમિયાન મૃતક યુવકના શ્વાસ શરૂ થતાં મૈયતમાં આવેલા લોકોએ તેને જનાજા સાથે જ શહેરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જોકે, તબીબે યુવકને મૃત જાહેર કરતાં તેની દફનવિધિ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: હૉર્ન વગાડ્યા વિના આ ભાઈએ કરી ૧૫,૦૦૦ કિલોમીટરની સફર

પરિવારજનોએ મહાજન હૉસ્પિટલના ડૉક્ટરો પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મહાજન હૉસ્પિટલના ડૉક્ટરોએ અમારા દીકરાને સવારે આઠ વાગે મૃત જાહેર કરી દીધો હતો. ડૉ. આઈ. બી. ખાને જણાવ્યું હતું કે બપોરના ૧૨ વાગ્યા સુધી યુવક જીવતો હતો એ બાદ તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે હૉસ્પિટલ ટ્રસ્ટ સંચાલકોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. 

gujarati mid-day gujarat hatke news offbeat news